________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૧ – આવશ્યકોનું સ્વરૂપ શું છે?
ઉત્તર-૧ – “વર !!ાણં' તે મુમુક્ષુ: માત રૂતિ વરમ્ વતે નમ્યો પ્રાથતે મવોઃ પરલૂનમનેનેતિ વરH I મુમુક્ષુઓ જેનું આસેવન કરે છે અથવા જેના થકી સંસાર સમુદ્રને પાર જવાય છે તે ચરણ-ચારિત્ર, શ્રમણધર્માદિ મૂળગુણો અને પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણો, અથવા ચરણ શબ્દથી દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર અને ગુણ શબ્દથી જ્ઞાન અને દર્શન આ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્રના સંગ્રહરૂપ આવશ્યક અનુયોગ છે. ૧. અવશ્ય કરવા યોગ્ય તે આવશ્યક. ૨. અથવા જ્ઞાનાદિ ગુણથી હીન જીવને જ્ઞાનાદિ ગુણથી જોડે તે (આવાસક) આવશ્યક.
પ્રશ્ન-૨– આવશ્યક એટલે કે આવશ્યકનું વ્યાખ્યાન, અને ચરણ-ગુણ સંગ્રહ એ તો જ્ઞાન-દર્શન-ચારિત્રના સંગ્રહરૂપ છે. એટલે આ બંનેનું અધિકરણ અત્યંત ભિન્ન છે અર્થાતુ એક સામાન્ય અધિકરણ અનુયોગને આશ્રયીને બન્ને રહેલા નથી, તો એમના વચ્ચે સમાનાધિકરણતા એટલે કે આવશ્યકના અનુયોગથી જ્ઞાનાદિ ત્રણેની વ્યાખ્યા કઈ રીતે ઘટે?
ઉત્તર-૨ – સાચી વાત છે. પરંતુ “સામાફ તિવિદં સન્મત્ત સુગં તહીં તિરં વ' એ વાત અમે આગળ કરીશું. તે અનુસાર એકલા સામાયિકનો અનુયોગ પણ સંપૂર્ણ ચરણગુણનો સંગ્રહાક છે અર્થાત્ માત્ર સામાયિકમાં પણ ચરણ અને ગુણનો સમાવેશ થઈ જાય છે, તો આખા આવશ્યકાનુયોગની તો વાત જ શું કરવી. તેથી સામાયિકની જેમ સંપૂર્ણ આવશ્યકમાં પણ ચરણ અને ગુણ સમાવિષ્ટ હોઈ આવશ્યકાનુયોગ પણ અમે એ જ રીતે કહ્યો છે. જેમકે દંડયોગથી પુરુષ દંડી કહેવાય છે, અથવા ચરણ-ગુણોનો સંગ્રહ જે આવશ્યકાનુયોગમાં છે તે ચરણગુણ સંગ્રહ એવો બહુવ્રીહી પક્ષ અહીં શંકાસ્પદ નથી, ફક્ત આ પક્ષમાં સકલ વિશેષણ આવશ્યકાનુયોગનું સમજવું. એ સંપૂર્ણપણે ચરણ ગુણનો સમૂહ છે એ અપેક્ષાએ સમજવું. એમ કરવાથી બંનેની સમાનતા ઘટી જશે.
પ્રશ્ન-૩- જો તમે ‘સામયિંત્ર સિવિર્દ થી સામાયિકને સંપૂર્ણ ચરણ-ગુણનો સંગ્રહ કહો છો, તો એમાં અનુયોગનું શું કામ છે ?
ઉત્તર-૩ – એમ નથી, અહીં ખરેખર તો વ્યાખ્યા સામાયિકની જ કરવાની છે અને અનુયોગ તો વ્યાખ્યાનરૂપ છે. અને વ્યાખ્યાન-વ્યાખ્યય એ બંનેનો અભિપ્રાય એક જ હોવાથી હોઈ અહીં અભેદથી વિવક્ષા કરેલી છે. માટે દોષરૂપ નથી.
પ્રશ્ન-૪ – જો તમે તમારી બુદ્ધિથી આવશ્યકાનુયોગ કરો છો - તો મહિમાનોને એ માન્ય નથી, કારણ તમે સર્વજ્ઞ નથી છઘસ્થ છો એ કારણે કોઈએ સ્વતંત્ર રીતે કહેલું મને