________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
હંસવિજયજી, મુનિશ્રી વલ્લભવિજયજી, મુનિશ્રી હીરવિજયજી, મુનિશ્રી સાગરાનંદ વિજયજી, મુનિશ્રી વિવેકવિજ્યજી આદિ સુગ્ય મુનિ મંડલ સહ રતલામ (માળવા). થી ખાસ સિદ્ધગિરિની યાત્રા કરવા સારૂ વૈસાખ સુદ ૫ ને વિહાર કરી પ્રથમ મુકામ ગામ કરણુમાં કર્યો. ત્યાં ગુરૂ મહારાજને વાંદવા માટે આવેલ રતલામ, જાવરા, ખાચરેદ, રાજગઢ, વડનગર આદિ શહેરોના સ્વધર્મ ભાઈઓની ભક્તિને માટે રતલામવાલા શેઠ ભાગીરથજી તરફથી સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. ત્યાંથી વિહાર કરી લાલઘાટી, ડાબરી, કિસનગઢ, બમણીયા આદિ નાનાં મેટાં સ્થળની ક્ષેત્ર સ્પર્શના કરતા પ્રવાસા પધાર્યા. ત્યાંના સંઘે ખુબ ઠાઠ માઠથી ગુરૂશ્રીને શહેર પ્રવેશ કરાવ્યું. અતરે શ્રી સંઘના આગ્રહથી ત્રણ દિવસ સ્થીરતા કરી હતી. ત્રણ દિવસ પુજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય, વ્યાખ્યાન, પ્રતિક્રમણ, વૃત્ત, પચ્ચખાણાદિ ધાર્મિક કાર્યો કરીને ત્યાંના સંઘે સારે લાભ લીધે હતા. બાદ ત્યાંથી શહેર થાંદલા પધાર્યા. ત્યાંના સંઘે પણ દમદમ સહિત પુર પ્રવેશ કરાવ્યું હતું. ત્યાં પણ સમ્યકતત્વાદિને સારો લાભ થયે હતે. ત્રણ દિવસ ભવ્ય જનને ઉપદેશામૃત પાન કરાવીને મેઘનગર પધાર્યા ત્યાંથી સીધું દેવદ પધારવું હતું પણ શ્રી જાબુવા સંઘના અત્યાગ્રહથી ત્યાં પધાર્યા. સંઘે મોટું સામયું કર્યું હતું. ત્યાં પાંચ દિવસ સ્થિરતા કરી ઉપદેશ આપીને જૈન પાઠશાળા સ્થાપવામાં આવી હતી. ત્યાંથી વિહાર કરી વચમાં બે મુકામ કરી દેવદ શહેરને પાવન કર્યું
–દેવદથી ગેધરા થઈ ડાકોરજી પધારવુંદેવદમાં સૂરિજી મહારાજશ્રીના દર્શનાર્થે જાબુવા, રાણપુર,
For Private And Personal Use Only