________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા વિસ્તારવાળું વા ભાવ
જાત્રાળુઓને લેવા અને મૂકવા માટે હથીયાર બંધ પેઢીના સીપાઈ જાય છે. અહિં કાર્તક અને ચેતરી પૂણિમા ઉપર જાત્રાળુઓની ભીડ વિશેષ રહે છે. અતરે છ મંદિર વેતામ્બરનાં અને એક દિગમ્બરનું છે. જાત્રાળુઓને ઉતરવા માટે સારી સગવડતાવાળી પાંચ ધર્મશાળાઓ, સીવાય બે ઉપાશ્રય પણ છે. અહિંયાં પહાડની નાની મોટી કેની તથા વિકટ અટવીની મધ્યમાં આવેલા સમભૂમિવાળા અતિ વિશાળ ચોગાનમાં અને આસપાસ વિશાળ ધર્મશાળાને ઘેરાવાથી અતી રમણીયતાને પામેલું મડા વિસ્તારવાળું અને ઉંચ શિખરવાળું જાણે કે પૃથ્વી માને ચોટલેજ હોય નહીં એવી ભાવાળું શ્રી અજીતનાથ દાદાનું મૂળ મંદિર છે. આ દહેરાશર જગત્ પૂજ્ય શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજના ઉપદેશથી ચાલુક્ય વંશીય ધર્મ સ્થભ ગુર્જરેશ્વર શ્રી કુમારપાળ મહારાજે બંધાવેલું છે. અને દહેરાશરની અંજનશલાકા પણ ઉક્ત સૂરીજીના હાથથીજ કુમાર પાળ મહારાજે કરાવી હતી. મંદિરની ઉંચાઇ ચોરાસી ગજની છે. ત્યાર પછી ચાર વરસ સુધી આ મંદિરમાં કાંઈ નવીન ફેરફાર થયે ન હતો. પરંતુ પંદરમી સદીના મધ્યમાં અંધા ધુંધીને પ્રસંગ આવી પડતાં કુમારપાળ મહારાજાએ સ્થાપેલ પ્રવાલના જીન બિંબને ભોંયરામાં ભંડારવાની જરૂરત પડી હતી. ત્યાર પછી સંવત ૧૪૬ર લગભગમાં દેવસુંદર સૂરીજીના ઉપદેશથી રાયખંડી વડાલી વાસ્તવ્ય ઓ૦ બૂટ શા. ગવદ તારંગા ઉપર અજીતનાથના નવીન બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. અહિંયાને વિશેષ હાલ તીર્થ ગાઈડ તથા જૈન તીર્થોના
For Private And Personal Use Only