________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
છે અર્થાત આસ્થા અને વિધિપૂર્વક પહેરે તેને માટે તે મોક્ષરૂપી માળાજ છે. એવી આ સર્વ ગુણ સંપન માળાને તો કઈ ભાગ્યવાન પુરુજ ધારણ કરે છે. એ ઉપરોકત પ્રકારે માળાના વિષયમાં દેશના શ્રવણ કર્યા પછી સાડા અગીયાર વાગે વરઘેડે કાઢવામાં આવ્યા હતા. વરડામાં મુનિ મંડલ સહ આચાર્યજી મહારાજ પણ પધાર્યા હતા. વરઘોડે નીચે બતાવેલ વ્યવસ્થાથી કાઢવામાં આવ્યા હતા.
વરઘોડાની આગળ પ્રથમ કે, નિશાન ઈન્દ્ર દવજ, ઘોડાગાડી, રથ વિગેરે ચાલતું હતું. બાદ ઢેલ સરણાઈ આદિ માંગલિક વાજી તેની પછી પોલીસ પલટણ બે બ્યુગલ સાથે ત્યાર બાદ શ્રાવકને સમૂહ બાદ જયદેવની બેલતી જેન વ જેનેતર વિદ્યાર્થીઓની નાની મેટી મંડલીએ ગોઠવવામાં આવી હતી. બાદ જન ભજન મંડલી પ્રભુની પાલખી આગળ પ્રભુના ગુણ કીર્તનમાં ગરકાવ થઈ ચાલતી હતી. પાલખીની પછવાડે સુખ્ય મુનિ મંડલથી વિટાએલા સૂરિજી મહારાજ ચાલતા હતા. તેઓની પાછળ ઉપધાન વહન કરેલા શ્રાવક શ્રાવિકાઓ બાદ સિભાગ્યવતી શ્રાવિકાઓ આદિને સમૂહ માંગલિક ગીત ગાતાં ગાતાં ચાલતું હતું. ઉકત ઠાઠ જેવાને માટે આ શહેરની અને વાવ, દુધવા આદિ બીજા ગામોની જેન વ જૈનેતર એટલી જનતા ઉલટી હતી કે થરાદને લાંબો અને વિસ્તર્ણ બજાર પણ મનુષ્યથી ભરી જવાથી સંકીર્ણ થયે હતે. વરઘોડે શહેરના મુખ્ય લત્તાઓમાં તથા રાજ્યની કેટ આગળ થઈને અતના પ્રસિધ્ધ અને મુખ્ય શ્રી રૂપલદેવ અને મહાવીર સ્વામીના દહેરા
For Private And Personal Use Only