________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
નહિ કરે? નવાબ સાહેબને પાટણ લેતાં રાધનપુર એવા વખત આવશે. માટે આને હવે વધુ વખત રાખવા તે ઠીક નથી. અને તેટલા માટે તેને કાંટે કાઢી નાખવું જોઈએ. તેમ માહે માંહે વિચાર કરી એક સંપ થઈ બીજે દિવસે નવાબ સાહેબ પાસે જઈ તમામ વાતથી વાકેફ કર્યા અને તે જ વખતે દરેકે એકમત થઈ નકકી કર્યું કે કુમાર શ્રી આણંદસીગજીને ઉણના કળીઓને હાંકી કાઢવાનું કામ સોંપવું કે જેથી તે ત્યાંજ કામ આવી જાય અને ટાઢે પાણીએ ખસ જાય. આવા નિશ્ચય ઉપર આવી બીજે દીવસે કચેરીમાં નવાબ સાહેબ બોલ્યા કે કુમાર શ્રી આણંદસીંગ, જે હું પૂર્વ દિશા તરફ દ્રષ્ટિ ફેંકું છું તે મને ઉણ ખુંચે છે. કારણ કે તે વખતે ઉણમાં પાલવી (કોળી) ઠાકરેનાં ઘર ઘણાં હતાં અને તેઓ લુંટફાટનો ધંધો ચલાવતા હતા, અને વસ્તીને ઘણેજ ત્રાસ આપતા હતા તેમજ નાસતા ભાગતા હેવાથી નવાબ સાહેબને વસ થતા ન હતા. તેથી તેઓને નાશ કરવાની આવશ્યક્તા હતી, જે આટલું નહિ થાય તે વસ્તી ત્રાસમાંથી મુકત થશે નહિ, અને મારી ઉમેદ મનમાં જ રહી જશે. આ વાત કુમાર શ્રી આણંદસીંગજી એ સાંભળી તરતજ જવાબ આપ્યો કે તેમાં શું મોટું કામ છે કે કયારના વિચાર કરી રહ્યા છે. તે કામ તે મારૂંજ છે હમણાં જ પાલવી ઠાકરેને કાઢી મુકું છું તે બિચારાઓના શા ભાર છે! તેવું બોલી નવાબ સાહેબની રજા લઈ ઉણના પાલવી ઠાકરને એક જાસે મોકલાવ્યું કે ચેતતા રહેજે. દીવાળીને દહાડે તે તમારે છે. પણ ઝારણને દહાડે
મક કાર્તિક સુદ ૧. બેસતું પતન વ.
For Private And Personal Use Only