________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બે હજારને વધારે રહે છે એટલે આ રકમ ઉપર મારો હક પહોંચે નહિ. તેથી હું તે રાખી શકતા નથી. આવી રીતે અરસપરસ કેટલીક ચર્ચા થયા બાદ એશ નિણય ઉપર આવ્યા કે મોહનલાલભાઈએ પિતાની ઈચ્છાનુસાર કઈબી સારા કામમાં તે રકમ ખચી નાખવી. તે ઉપરથી તેઓ શ્રી એ અહિં પારેવાંઓને ચણ નાખવા માટે એક ચબુતરાની ખાસ અગત્ય જણાયાથી કાળા પત્થરને એક ભવ્ય ચબુતરે તેમના પિતાજી શ્રીના સ્મર્ણાર્થે બંધાવી અત્રેના મહાજનને સુપ્રત કરી આપેલ છે. તેમના માટે એમ પણ કહેવાય છે કે તેમને અહિના કરતાં સારા પગારથી મેટાં રાજ્ય તરફથી માગણીઓ આવતી હુંતી પણ તેના જવાબમાં તેઓ એજ કહેતા કે ધણી તે એકજ રાખું છું.
આવી ધાર્મિક અને ઉદાર વૃત્તિના રાજવી અને કારભારી હોય ત્યાં મન ગમતા વરસાદ થાય તેમાં શું આશ્ચર્ય ? | ડાકોર સાહેબ શ્રી અભેસિંહજી કાશી વિશ્વનાથના પરમ ભક્ત હતા. તેઓ શ્રી કાશી વિશ્વનાથની યાત્રાએ સં. ૧૯૬૨ ની સાલમાં ગયા હતા. તે વખતે એક આશ્ચર્યજનક ઘટના બની હતી જેની નોંધ અત્રે આપવાની આવશ્યકતા જણાઈ છે. | સંવત ૧૯૬૨ની સાલમાં તેઓશ્રી ઉત્તર હિંદુસ્તાનમાં યાત્રા નિમિતે પધારેલ. જ્યારે શ્રી કાશી વિશ્વનાથ પધાર્યા ત્યારે ત્યાંના પુજારીને પુછાવ્યું કે પિતાને એકાન્તમાં શ્રી કાશી વિશ્વનાથની પુજા કરવાની છે તે તેવી સગવડ કરી આપવા બદલ કેટલું ખર્ચ આવશે. જેના જવાબમાં પુજારીએ ઘણી વધારે પડતી રકમ કહી મોકલી. જે કે ઠાકોર સાહેબશ્રીએ પાંચ હજાર રૂપીઆ
For Private And Personal Use Only