________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનેલ બનાવ નિવેદન કર્યો. જો કે તેમની તરફ માનની નજરથી પોતે જુએ છે છતાં ઘેરણ વિરૂદ્ધ પિતે કઈ પણ કરી શકશે નહીં એમ ખુલ્લું જણાવી પિતાના ખાનગી ખાતેથી થયેલ દંડની રકમ પીર સાહેબને આપી દીધી. તેવી જ રીતે રાજ્યના એક નજીકના ભાયાતની પણ આવી જ કસુર થતાં તેમને પણ યોગ્ય નસીયત કરેલી હતી અને તેઓ શ્રીને જીવદયા પર પ્રેમ છે. આ રાજ્યમાં ખાટકી (કસાઈ )ને તે સ્થાન નથી.
આ મુલકમાં બળદ, ભેંસ, ગાય તથા સાંઢ વિગેરે ઉપયોગી પ્રાણીઓની ઉન્ન માટે પંકાય છે અને દેશ પરદેશના બહેપારીએ. આવી આવા માલની મેટી ખરીદી કરે છે. જો કે અહીં ગાયને નીકાશ તે ઘણા લાંબા વખતથી બંધ છે પરંતુ મુંબાઈનાં આગેવાન પરથી તેમજ મુંબઈ હયુમનીટેરીયન લીગ તરફના રીપોર્ટોથી તેઓ શ્રીની દયાની લાગણી એકદમ ઉભરી આવી અને તેથી ભેંસને પણ નીકા કરવાને મનાઈ હુકમ કાઠી દેશનું પશુધન દેશમાં રાખ્યું.
આ દરબાર સાહેબ શ્રીના વખતમાં “શ્રી દોલતસિહજી લાયબ્રેરી”નું મકાન પૂર્ણ થતાં તેને ખુલ્લુ મુકવાની ક્રિયા આ એજન્સીના મહેરબાન પાલીટીકલ એજન્ટ સાહેબ લેફટનન્ટ કર્નલ એન. એસ. કંગહીલ સાહેબ કે જેઓ એક ઘણાજ સજન પુરૂપ હતા તેમના હસ્તથી થયેલ હતી. તેમજ થરાદથી થોડે દુર આવેલ “શ્રી નાણદેવી ઉર્ફ આશાપુરી” માતાનું દેવળ તથા તે લગતાં મકાન જર્ણ થઈ જવાથી જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલ છે. તેમજ તેના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને સગવડ માટે શહેરમાં એક ધર્મશાળા બંધાવવામાં આવેલ છે.
For Private And Personal Use Only