________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
કેર શ્રી હડભમસીંગજીના વખતમાં એક બીજે પણ જાણવા યોગ્ય બનાવ બન્યું છે.
ઠાકર શ્રી હડભમસીંગજીનાં બહેનને આડેસરના જાડેજા ઠાકોર સાહેબ સાથે પરણાવવામાં આવ્યાં હતાં, અને હળવદનાં કુંવરીને પણ તેઓની સાથેજ પરણાવ્યાં હતાં. એકદા બંનેને હેને પાટ રમતાં હતાં. રમતમાં થરાદનાં કુવરીની પાસામાં જીત થયેલી પણ તે હળવદનાં કુંવરીએ માન્યું નહિ. તે ઉપરથી થરાદનાં કુંવરીએ પોતાના ભાઈ હભાના ૧ ગન આપ્યા. જ્યારે બે ચાર વખત આવી રીતે સેગન આપવામાં આવ્યા ત્યારે હળવદનાં કુંવરીએ કહ્યું કે એ તે હશે કે બહાદુર અને કીંમતી પુરૂષ છે કે વારંવાર તેનાજ સેગન આપે છે. જે એ બહાદુર હેય તે હળવદનું (મારા પિયરનું) બાળઉં ૨ વાળે. તે ઉપરથી થરાદનાં કુંવરીએ પિતાના ભાઈ હડભમસીંગજીને થરાદ પત્ર લખી ઉપરની હકીકત જણાવી. અને સાથે સાથે એમ પણ જણાવ્યું કે જ્યાં સુધી તમે હળવદનું બાળધું વાળશે નહિં ત્યાં સુધી મારે અનાજ હરામ છે. - જ્યારે ઠકરાઈને પત્ર મળે અને પિતાનાં બહેને પણ ( ગન ) લીધા છે તેમ જાણ્યું કે તરત જ એક પળ પણ વિલંબ નહિ કરતાં પિતાના પાંચસે ઘેડે સ્વારેને સાથે લઈ હળવદ તરફ પ્રયાણ કર્યું. હળવદ બે ગાઉ રહ્યું હશે ત્યાં રસ્તામાં એક રબારીની ઝુંપડી આવી. રબારીએ ઠાકર શ્રીને દુધ પે
૧. ઠાકાર શ્રી હડભમસીંગજી. ૨. ધણ વાળી જવું અર્થાત્ દેર હાંકી જવાં.
For Private And Personal Use Only