________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ પણું આપવું પડે તે થરાદે બે ભાગ અને વાવે એક ભાગ પ્રમાણે આપવું. તેમાં કેઈએ ફરવું નહીં. બન્ને રાજ્યના જામીન ડેડગામના મહંત દલભરામભારથી થયા હતા. થરાદ વાવ તરફથી ઘણાખરા કેળી અને રજપુત હતા. લડાઈ વીસ પચીસ દીવસ ચાલી. થરાદ-વાવ વાળ જોધપુરની ફેજ ઉપર રાત્રે છાપ મારવા લાગ્યા, અને તેથી તેઓ કાયર થવાથી હારીને પાછા ગયા.
સને ૧૮૦૦ (સં. ૧૮૫૬)ની સાલમાં જોધપુર ગયેલી ફાજમાં વધારે કરીને કારભારી રાજમલજી પાછા થરાદ-વાવ ઉપર આવ્યા. પંદર દિવસ લડાઈ ચાલી. તેમાં થરાદ વાવવાળા હારવાથી તેના બદલામાં ડેડગામના મહંત દલરામભારથીએ જોધપુરના કારભારીને પાંચ કીંમતી ઘોડા ભેટ કરવાથી પાછા ગયા.
સને ૧૮૧૧ (સં. ૧૮૬૭) માં જોધપુરના મહારાજા તરફથી ઠાકોર વજેસીંગજી, થરાદના વાઘેલા ઠાકર શ્રી હડભમસીંગજી તથા વાવના ચાહાણ રાણુ ભગવાનનીંગજી ઉપર ઘણી ફોજ લઈને આવ્યા. પોલુડા તથા સણવાલ એમ બે ઠેકાણે પડાવ નાખે. જોધપુરની ફેજમાં નવ હજાર માણસ હોવાથી વાવના રાણુ ભગવાનસીંગએ થરાદના ઠાકોરને દગો દઈ જોધપુરવાલા તરફ મળી ગયા. તેની ડાકાર શ્રી હડભમસીંગને ખબર પડવાથી કારભારી વાલચંદ દેશાઈને સલાહ કરવા સારૂ મોકલ્યા. તેમણે જઈ સલાહ કરી. તેમાં એવું કર્યું કે એસી હજાર રૂપીઆ ખંડણીના આપવા, અને તેટલાજ વાવના રાણ પાસેથી પણ લેવા. વાવના રાણાજી પાસેથી રૂપીઆ વસુલ થવા
For Private And Personal Use Only