________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુ સખ્તાઈ થવાથી તેમની તરફના વસુલ થયા. થરાદવાળે તે વખતે ત્રીસ હજાર રૂપીઆ રોકડા આપ્યા, બાકીના પાછળથી મેકલીશું તેમ કહ્યું. આ રૂપીઆ વસુલ લાવવા સો અતિતને થરાદ રાખ્યા. બાકીની ફેજ પાછી જોધપુર ગઈ. વસુલ કરવા રહેલા અતિતને જોધપુર મળતા પગાર થરાદમાં આપવો કરીને નોકર રાખી લીધા તેથી એ રૂપીઆ મેકલવા પડયા નહી.
સને ૧૮૧૨ (સં. ૧૮૬૮) માં વાવના રાણુ ભગવાનસીંગજી અને થરાદના વાઘેલા હડભમસીંગજી વચ્ચે લડાઈ થઈ. વાવના રાણાજીની બે કુંવરીઓ ઠકરાઈ હડભમસીંગજીને પરણાવી હતી. એકનું નામ વીરબાઈ તથા બીજાનું નામ હેમજીબા હતું. આ વખતે વિરબાઈ વાવે પિયેરમાં હતાં. તેઓ જાણે નહિ તેવી રીતે રાણા ભગવાનસીંગે બાખાસર ઇલાકે મારવાડથી એક હજાર ઘેડા મદદ સારૂ થરાદ લેવા બોલાવ્યા. થરાદમાં આ વાતની ખબર ન હોવાથી અચેત હતા. વીરબાઈને ખબર થતાં વાવથી ખબર કરવા સારૂ કાસીદ મોકલ્યો પણ રાણુ ભગવાનસીંગજીએ થરાદના રસ્તે રસ્તે ચોકી બેસાડેલીકે વાવથી કઈ થરાદ ખબર આપે નહિ. સવા પહર વખત થતાંની વખતે વાવની કેજ થરાદ ઉપર આવી રસ્તે જતાં આઠ માણસને મારી નાખ્યા. આ વાતની ખબર ઠાકોર શ્રી હડભમસીંગજીને થતાં તે વખતે જેટલું હાજર હતું તેટલું લશ્કર લઈ ચડયા * તેમાં સાહેબાજી નામના
* કેટલાક એમ પણ કહે છે કે – ઠાકોર શ્રી હડભમસીંગ વાવના રાણુ શ્રી ભગવાનસીગનાં કુંવરી હમજી બા સાથે પરણ્યા હતા એક વખત એવું બન્યું કે રાણા ભગવાનસીંગજીના કુંભાર શ્રી અદેસીંગ ભાચર
For Private And Personal Use Only