________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
એ તરતજ પોતાના પિતાજી સમક્ષ કચેરીમાં જ પ્રતિજ્ઞા કરી કે આપનું એટલે ઠાકર શ્રી ખાનજીનું મેળવેલું રાજ્ય વૈભવ વિગેરે કુમાર શ્રી હડભમજીને તે હલાલ છે અને મારે (આણંદસીંગજી) હરામ છે તેવી દૃઢ પ્રતિજ્ઞા લઈ કહ્યું કે પિતાજી! એમાં શું છે? હું વળી થરાદ જેવડું બીજુ પ્રગણું લઈશ. રજપુતના દીકરાને શું મુશ્કેલ છે તેમ કહી ત્યાંથી રાધનપુર તરફ પુરૂષાર્થ માટે જવા રવાના થયા. તે વખતે તેમની ઉંમર લગભગ અઢારેક વરસની હતી. રાધનપુર જઈ ત્યાંના મુખ્ય હાકેમની નોકરી મેળવી ત્યાં રહ્યા. નેકરી નિમકડુલાલપણે બજાવી પિતાના પરાક્રમથી ત્યાંના નવાબ સાહેબને ચાહ મેળવી લી.
હવે એક વખત એવું બન્યું કે જ્યારે કચેરી પુર ભરાઈ હતી અને તમામ ડાયરાની મધ્યમાં નવાબ સાહેબ બરાજ્યા હતા અમલ કસુંબાની ઠઠ જામી હતી. હુકકા ભરાતા અને ડલવાતા હતા ત્યાં કેટલીક જમીન સંબંધી ચર્ચા થતાં કુમાર શ્રી આણંદસીંગજી બોલ્યા કે નવાબ સાહેબ, આપને તે આ ખારે પાટ ન જોઈએ. (રાધનપુર પરગણું ન જોઈએ). આતે હમારા જેવાને માટે ઠીક. આપને તે પાટણ જેવા મહાલ જોઈએ. અર્થાત્ આ ખારે પાટ મને આપે અને આપને હું પાટણ મહાલ અપાવું. જે હુકમ હોય તે ફકત ત્રણ દિવસમાંજ મેળવી આપું. આ વાત સભામાં અમીર ઉમરાવા એ સાંભળી ત્યારે તેઓએ પિત પિતાના મનમાં વિચાર્યું કે આતે દુધપાઈ સર્પને ઉછેરવા જેવું છે. આટલું અઢાર વીસ વરસનું બાળક હજુ જુવાની તે કુટી નથી અને આ પ્રમાણે બોલે છે, તે જ્યારે ભર જુવાનીમાં આવશે ત્યારે શું
For Private And Personal Use Only