________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
શરોનાં દર્શન કરી જૈન વિદ્યાશાળા આગળ થઈ બપોરના દેઢ વાગ્યાના આશરે જેન પિષધશાલામાં આવ્યા હતાં ત્યાં સૂરીજી મહારાજે શ્રોતાઓની મેદનીમાં ઉપધાન કરવાથી, કર્તાને સહાય આપવાથી અને અનુમોદન કરવાથી તથા અંતે તેની મહિમા નિમિત્તે વરઘોડાદિ જિન ધર્મની ઉન્નતિનાં કાર્યો કરવાથી પ્રાણી શું પુણ્ય ઉપાર્જન કરે છે તેનું ટુંકમાં વિવેચન કર્યું હતું. બાદ જૈન શાસનની અને ગુરૂ મહારાજની જય બોલ્યા પછી રા. રા. શ્રીયુત પારેખ છગનચંદ ઉજમચંદ તથા વકીલ પીતામ્બર વજેચંદ તરફથી પ્રભાવના આપવામાં આવી હતી. આ વરઘોડામાં અહિંના નાના મેટા અમલદાર વર્ગ પણ હાજરી આપી સારા ભાગ લીધો હતો. તેમજ અહિંના નેક નામદાર વાલાસાન દરબાર સાહેબ શ્રી ભીમસિંહજી સાહેબ બહાદુરે પણ વરઘોડામાં પિલીસ, બ્યુગલ, કંક, ઘેડાગાડી વિગેરે જોઈતી મદદ આપી શ્રી જૈન શાસનની શોભામાં વૃદ્ધિ કરી હતી.
એકાદા વ્યાખ્યાનના અવસરમાં સૂરીજી મહારાજે જંગમ અને સ્થાવર તીર્થોની વ્યાખ્યા કરતાં ફરમાવ્યું કે પિતાની દ્રવ્યાદિની શક્તિ અનુસાર વરસમાં એક બે વાર નાના મોટા તીર્થોની યાત્રા શ્રદ્ધાળુ શ્રાવકોએ જરૂર કરવી જોઈએ. તેમાં પણ વિશેષ શક્તિવાળાઓએ સંઘ નિકાલી ગુરૂ સાથે છરી પાળી યાત્રા કરવાથી આત્મા કીયા સુખને ભેગી થાય છે અને આગળ કીયા મહાન ભાગ્યશાળીઓએ સંધ નીકાલીને નીજ આત્માને સફલ કરી તેને ટુંકમાં સરસ રીતે ગુરૂ મુખથી વિવેચન સાંભળી વ્યાખ્યાનમાં બેઠેલા ધર્મ પરાયણ વયેવૃદ્ધ સુવક મહેમ શેઠ
For Private And Personal Use Only