________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૩૧
કબજે કર્યું, અને ત્યાંજ રાજ્ય જમાવ્યું. તેમના પછી વીરજી, રાજધીરજી, ગાંગોજી, ખેતમજી, કેસરજી, દેદાજી અને જગમાલજી અનુક્રમે થયા. જગમાલજીને સેળ કુંવર હતા તેમાંથી અગીયારનું નિર્વશ ગયું અને પાંચ ભાઈને વિસ્તાર રહ્યો. તેમાંના ચાર ભાઇનું કુટુંબ મારવાડામાં છે, અને મુખી મુળવાજીના કુંવર મેહજી હતા, અને તેમના કુંવર શ્રી નાનજી થયા, તેઓ મહાન પરાકામી થઈ ગયા.
ઠાકોર શ્રી નાનજી વિશલદેવજીથી દશમી પેઢીએ થયા. તેઓ વાગડમાં આપેલ સીરામાં પરણ્યા હતા. તેમનાં માતુશ્રીનું નામ લાડબાઈ હતું
મારવાડામાં બે પાટી હતી તેમાં ઠાકોર શ્રી ખાનજીની પાટીની આથક સ્થતિ સારી ન હતી. એક વખત એવું બન્યું કે સાંતલપુર તાલુકામાં આવેલ ચારણકાના ગઢવી દેવીદાનજી પિતાના ગામમાં અષાઢી વરસાદ થએલ પણ ખેડ કરવા માટે સાંતીડું નહિ હોવાથી મેરવાડાને ઠાકોરો પાસેથી મળશે તેવી આશાએ મોરવાડામાં આવ્યા. આવતાં પ્રથમ તેઓ બીજી પાટી કે જેની સ્થતિ સારી હતી તે કેટડીએ ગયા અને તમારામાં ટીલાટ કોણ છે તેમ પુછ્યું. ત્યારે તેઓએ આ ગઢવી કંઈક આશાએ આવ્યા જણાય છે તેમ ધારી મશ્કરીના રૂપમાં જવાબ આપ્યો કે ચારણુજી ! અમારમાં ટીલાટ તે ઠાકર ખાનજી છે. આ શબ્દ સાંભળી ચારણ ઠોકર ખાનજી પાસે ગયા. ઠાકર ખાનજીને ડેલીએ બેઠેલા જોઈ ચારણ સમજી ગયે કે મારી અને ઠાકર ખાનજી બનેની મશ્કરી કરવા માટે જ મને અહિં મેકલ્યા હેય
For Private And Personal Use Only