________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
ગીશ્રીએ ફરમાવ્યું કે જાર (માનતા) માનેલ હોય તે મનેજ ચડાને! ઠાકોર સાહેબે સવિનય જાર (માનતા) તેઓશ્રીને ચડાવ્યું. તે ઉપરથી બાળયોગીએ પ્રસન્ન થઈ આશિર્વાદ આપે કે બચ્ચા તારે છે જ્યાં જ્યાં ચડશે ત્યાં ફતેહજ મળશે. તેવા આશિર્વાદ આપી પિતે અદશ્ય થઈ ગયા. તે ઉપરથી ઠાકર ખાનજીએ જાણ્યું કે આતે શ્રી ઓગડનાથજીએ પિતેજ દર્શન દીધાં. છતાં પણ તેઓના ધામે જઈ માનેલ જાર ફરીથી ચડાવી ત્યાંથી મેરવાડા તરફ પધાર્યા.
ત્યાં આવ્યા બાદ ઠાકર શ્રી ખાનજી, વખત નબળો હોવાથી અને મેરવાડામાં ભાઈયાતેનું જોર હોનાં પિતે કબીલા સાથે પુરૂષાર્થ કરવા ભાભેર જઈ રહ્યા. ત્યાં આવ્યા બાદ કુમાર શ્રી આણંદસીંગજીને જન્મ થયે. જે વખતે કુમારશ્રીને જન્મ થયે તે વખતે ત્યાં નજીકમાં એક ગેર (યતિ) રહેતા હતા. આ જન્મ સમાચારની તેમને ખબર પડવાથી કુંવરની જન્મ કુંડલી બનાવી. આ વાતની બાઈને ખબર મળતાં તેણે હકીકત પુછાવી. જવાબમાં ગરજીએ જણાવ્યું કે આ કુમાર મહાન પ્રતાપી અને અજીત થશે. પણ જે ઓગણીસમા વરસે તેમના ઉપર જે ઘાત છે તે નિવિને પસાર થઈ જશે તે મટી કીર્તિને પ્રાપ્ત કરશે. આ કુમારશ્રી ઉમર લાયક થતાં તે વખતના ક્ષત્રિય કુળ રીતિ મુજબ આજુબાજુના મુલકે ઉપર ચઢાઈ લઈ જઈ સંપતિ મેળવતા હતા. તે વખતે ભારમાં પણ પાલવી ઠાકોરે ઘણુ પ્રબળ હતા, અને તેઓને પણ ચારે બાજુએ ત્રાસ હતું. આ ત્રાસથી
For Private And Personal Use Only