________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાધનપુર, ધરાદ, અને અમદાવાદમાં કડવાશાહ મતના શ્રાવક છે. કડવાશાહના પન્થ-મત હાલ વીશનગર વગેરે ગામામાં વિદ્યમાન છે અને તેની પરંપરાએ તે પન્થના ઉપદેશક પણ વિદ્યમાન છે.
અહીં ખાડાં ઢાર માટે એક ધર્મશાળા છે તેમજ બીજી મેટી ધર્મશાળા મહાજન તરફથી વસાવવામાં આવેલ મહુાજનપુરા ગામમાં બંધાવવામાં આવેલ છે. જેનેા વહીવટ મહાજન ચલાવે છે.
આ શહેરમાં એક ઇંગ્રેજી સ્કુલ, ગુજરાતી સરકારી તથા ગામઠી મળી એ સ્કુલા, એક કન્યાશાળા, જૈનશાળા, ઉર્દુ શાળા અને દવાખાનુ છે. તે ઉપરાંત એ મંદિર વૈષ્ણવ ધર્મનાં, એક મહાદેવનુ દહેરાશર અને ત્રણ મસ્જીદો આવેલી છે.
કહેવાય છે કે થીરપાલ ધરૂ ગઢી આવ્યા પછી થોડાંક વર્ષ બાદ તેમના ત્યાં એક કુંવરીના જન્મ થયા અને તેણીનુ નામ જસુખાઇ રાખવામાં આવ્યુ હતુ. તેણીનાં લગ્ન ત્યાંના મુખ્ય મંત્રિ વીરવાડીઆના કુંવર ગડિસહુ સાથે કરવામાં આવ્યાં હતાં. આ લગ્નમાં જસુબાઇએ પેાતાના પિતાજી પાસે કન્યાદાનમાં એવું માગેલ કે હુ એક રાતમાં જેટલી જમીનમાં ફરી વળું તેટલી જમીન ગાચર માટે મુકવી. તે વાત કબુલ રાખવાથી જસુબાઇ એક રાત્રિમાં લગભગ ત્રણ ચારસગાઉ જમીત ફરી વળ્યાં હતાં જે તેણીની માગણી મુજબ ગાચર તરીકે મુકવામાં
* જસુબાઇને જાંબાઈ અથવા જહુબા પણ કહેતા હતા અને તે જસુબાઈનું અપભ્રંશ અથવા તેા લાડનું નામ હતું.
For Private And Personal Use Only