________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
ફકકડ રહેતા પણ મહાત્મા મેયાચંદજીના વખતથી ઘરબારી થયા છે.
અહીં જનનાં તેર દહેરાશર છે અને એક જીર્ણ થઈ પડી ગએલ છે. તેમની પ્રતિમાજી બીજા દહેરાસરમાં પધરાવવામાં આવેલ છે. તે પૈકી એકમાં શ્રી ગોડી પાર્શ્વ પ્રભુજીનાં પગલાં છે અને તે વરખડી” ના નામથી પ્રખ્યાત છે. એક ગેરનું ઘર દહેરાસર છે, અને એક ઝમકાર દેવી માતાજીનું દહેરું છે અને તેમાં જેની પ્રતિમાજી પધરાવેલ હોવાથી તે પણ જૈન દહેરાશરના નામે જ ઓળખાય છે. જ્યારે બાકીનાં દશ દહેરાશર સારાં અને મોંટાં પણ છે. તે સંબંધી વિગતવાર પત્રક પાછળ આપવામાં આવ્યું છે તેથી જાણવું.
થારાપદ્રીય ગચ્છ– થરાદમાં પ્રાચીન કાળમાં ઉત્પન્ન થએલ અને થરાદના નામથી પ્રસિદ્ધ થએલ આચાર્યથી થારાપદ્રીય ગચ્છની ઉત્પત્તિ થએલ સંભવે છે. શારાપદ્ર ગચ્છમાં વિ. સં. ૧૦૮૫ માં વાદિવૈતાલ શાંતિસૂરિ થએલ છે. તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર પર વિસ્તારવાળી ટીકા રચેલી છે. થારાપદ્રીય ગચ્છમાં શાલિભદ્રસૂરિના શિષ્ય નિમિસાધુ સં. ૧૧રપ માં વિદ્યમાન હતા. તે સાલમાં નમિસાધુએ રૂદ્રટના બનાવેલા કાવ્યાલંકાર નામના સાહિત્ય ગ્રંથ પર ટિપ્પન રચ્યું છે. નમિસાધુએ સં. ૧૧૨૨ માં પડાવશ્યક ટીકા નામ ગ્રંથ રચ્યું છે.
કડ-પન્થ-મતઃ– સંવત ૧૫૬૨ની સાલમાં કડવાશાહ નામના એક વાણયાએ પિતાના નામ ઉપસ્થી કહે પન્થ ચલાવ્યું. કડવાશાહે આ કાળમાં કોઈ સાધુ નથી એ પન્થ ચલાવ્યું, અને ત્રણ શુધની માન્યતા ધારણ કરી. વિસનગર
For Private And Personal Use Only