________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૩
જેવી મજબુત અને લગભગ બે ફુટ લાંબી હોય છે.
સદરહુ ખંડીયામાંથી સાંગોપાંગ અત્યંત મહર વિશાળ લગભગ એક પુરૂષ ઉંચી વેત વણ ચોવીસમાં તિર્થંકર શ્રી મહાવીર પ્રભુજીની બેઠાં પ્રતિમા છે અને તેથી પણ ઉંચાઈના કાઉસગ્ગીયાર નીકળ્યા હતા. તે બીબ મહાન રાજા કુમાર પાળે ભરાવેલું છે અને દર્શન કરવા ગ્ય છે. હાલે તે શહેરની નજીક આવેલા દહેરાસરમાં બીરાજમાન છે. બીજી પણ ઘણી મુતિએ સમયે સમયે નીકળતી હતી. હમણાંજ સંવત ૧૯૮૦ ની સાલમાં એક ઓડના ઘરમાંથી જમીન ખોદતાં વીસે તિર્થંકર પ્રભુની ગ્રેવીસ પ્રતિમાજી નીકળ્યાં હતાં. તેમાં એક મુળ નાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીના કેશરિયા આરસ પાષાણુનાં પ્રતિમાજી હતાં અને બાકીનાં બિંબ ધાતુનાં હતાં. આ ઉપરથી જણાય છે કે આ શહેર પૂર્વે મહાન જેનીઓની સમૃદ્ધિવાળું હશે અને તેમાં મોટાં દહેરાશરો આવેલ હશે. - આ શહેરમાં પર્વે જેનીઓનાં ઘર અઢારસેથી બાવીસ સ સુધી હેવાનું કહેવાય છે અને શહેર પણ હાલે માતાજીનું મંદિર જે ગામથી ઈશાન કુણમાં અડધો ગાઉ છે ત્યાં સુધીના વિસ્તારમાં હતું એટલે કે માતાજીનું મંદિર શહેરના ઝાંપે (દરવાજે) હતું. આ વસ્તીને મોટે ભાગે સંવત ૧૮૬૯ (અગતેરા દુકાળમાં) ના ભયંકર દુકાળ વખતે દેશાવર ખાતે નીકળી ગયું હતું, જે પૈકીનાં ઘણાંખરાં અમદાવાદ, પાલણપુર, રાધનપુર, ડીસા, ધાનેરા, ધાંધાર, ચડેતર, વીશનગર, વિરમગામ અને કાઠીયાવાડમાં વાંકાનેર વિગેરે સ્થળે અને દક્ષિણમાં પુના
For Private And Personal Use Only