________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
પણ બંધાવવામાં આવેલ છે, જે નાણદેવી માતાજીની ધર્મશાળના નામથી ઓળખાય છે.
ત્યાંથી થીરપાલ ધરૂ, વિરવાડીઆ તથા મહાત્મા મેહનદાસ સાથે છેડેક આગળ ચાલ્યા કે રાત્રિના સ્વપ્નાનુસાર કુતરાની પાછળ સસલાને દોડતાં જોયાં. આ દશ્ય જોઈ આ જમીન શુરાતનવાળી સમજી માતાજીની આજ્ઞા અનુસાર ચૈહાણ રજપુત થીરપાલ ધરૂએ વિક્રમ સંવત ૧૦૧ ની સાલમાં શુભ મુહુર્તમાં ત્યાં તેરણ બાંધી ગામ વસાવ્યું અને તેજ દીવસે શુભ મુહુર્ત લઈ થીરપાલ ધરૂ ગાદીનશીન થયા. વીરવાડીઆને મંત્રી પદ આપવામાં આવ્યું અને મહાત્મા મેહનદાસને માતાજીની સેવા પુજા વિગેરે કરવાનું કામ સોંપવામાં આવ્યું અને શહેરનું નામ થીરપાલ ધરૂના નામ ઉપરથી થીરપુર રાખવામાં આવ્યું પણ અત્યારે તે થરાદના નામથી ઓળખાય છે.
આ શહેર એવા શુભ મુહુર્તમાં વસાવવામાં આવ્યું હતું કે તે તરતજ આબાદ થઈ ગયું. તેના ઉપર થીરપાલ ધરૂના વંશજોએ લગભગ સંવત ૮૬૬ (ઈ. સ. ૭૮૦) સુધી રાજ્ય કર્યું.
તે વખત દરમીયાન થરાદમાં ૧૪૪૪ સ્તંભનું સફેદ આરસના પાષાણનું એક મુખ ભવ્ય અને મહર જૈન મંદિર બનાવવામાં આવ્યું હતું જે મંદિરને મુસલમાની રાજ્યમાં નાશ થશે તે પણ કયારે નાશ થયે તેને ચેકસ વખત મળી શકતું નથી. તેનાં ખંડીય હજુ પણ શહેરની પશ્ચિમ દિશામાં જોવામાં આવે છે અને ચોમાસાની રૂતુમાં આ ખંડીયામાંથી પત્થરના કડકા અને મોટી મોટી જુની માટીની ઈટ મળી આવે છે જે પત્થર
For Private And Personal Use Only