________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
થરાદમાં ગુરૂશ્રીના ઉપદેશથી નૂતન સ્થાપન કરવામાં આવેલી શ્રી ધન ચંદ્ર સૂરી જૈન શ્વેતામ્બર પાઠશાળામાં ગ્ય મદદ આપી હતી. સહાયતા આપનાર સદ્દગૃહસ્થોનાં નામ આ પુસ્તકના અંતમાં છપાવવામાં આવ્યાં છે. ત્યાં ચાવીસ ઘર જનીનાં છે. અહિંયાં યાત્રાળુઓને ઠેરવા માટે બે ધર્મશાલાઓ તથા એક સાધારણ ન લાયબ્રેરી છે. ત્યાંના સંઘ અને ત્યાંના કામદાર મહેતા જીતમલ કેશવજી તરફથી યાત્રાએ આવતા ન ભાઈઓની સારી સગવડતા રાખવામાં આવે છે. શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિ અતીવ ચિત્તાકર્ષક, દર્શનીય અને મનહર છે. આ પ્રતિમાજી સંવત ૧૯૬ર ની સાલમાં ભેરેલની નજીક આવેલા દેવતભેડુ નામના તળાવમાંથી ભાદરવા સુદ ૩ સોમવારે બાદ કામ કરતાં પ્રગટ થઇ હતી. ત્યાંથી ભરેલના સંઘે મહત્સવ પૂર્વક ગામમાં પધરાવી ધર્મશાળાની ઓરડીમાં પણ દાખલ રાખેલ, પણ તેજ દિવસની મધ્યરાત્રિમાં પેલાં તે આખી ધર્મશાલા ધુજાવી પછી ઓરડીની બહાર માંચા ઉપર સુતેલા ચેકીદારોને મ ચા ઉપરથી અદૃશ્ય રૂપથી કોઈએ આવીને હેઠે નાખ્યા. એવી રીતે તેજ રાત્રિમાં બે ચાર વાર ઉપરોકત ચમત્કાર જોઈ ચોકીદારો બહુ ભયભીત થયા અને ત્યાંથી નાશી જવાને માટે બહુ પ્રયત્ન કર્યો પણ દેવ માયાના યોગે પગ સ્થંભન થવાથી રાત્રિમાં ત્યાંથી જઈ શક્યા નહીં અવશેષ રાત્રિ પ્રભુનું મનમાં સ્મરણ કરતાં બેઠા બેઠા નીકળી હતી અને પ્રભુનું સ્મરણ કરવાથી ઉપસર્ગ પણ શાન્ત થયા હતા. બાદ દિવસ ઉગ્યા પછી ચેકીદારે માતાના માંચા આદિ લઈ ઉપરોક્ત ચમત્કારિક અને આશ્ચર્ય
For Private And Personal Use Only