________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
છગનચંદના સુપુત્ર ઉત્તમભાઈ, ધારસીભાઈ આદિ ભાઈઓ એકત્ર થઈ થરાદથી ઉત્તર દિશામાં સાત ગાઉ ઉપર આવેલા શ્રી ભેરેલ તીર્થની યાત્રા માટે શ્રી સંઘની અને ગુરૂશ્રીની અનુમતિ લઈ મૃગસર સુદ ને સંધ નીકાભે હતે. સંઘમાં આચાર્ય મહારાજ આદિ ચાતુર્માસે બીરાજેલા સાધુ સાધ્વીજીને સમુદાય તથા થરાદના અને આસપાસના શ્રાવક શ્રાવિકાએ મળીને અંદાજે છ સાત માણસ સાથે હતાં. એક રાત્રી વચમાં ભાચર ગામે રહી બીજે દિવસે એટલે મૃગસર સુદ ૬ને વાર શુક્રના રોજ ચતુર્વિધ સંઘ સહ આચાર્ય મહારાજ શ્રી ભરેલ પધાર્યા. ત્યાંના સંઘે પણ સમારેહથી સામૈયું કરી ગુરૂશ્રીને અને સંઘને વધાવી ચતુવિધ સંઘ સહ ગુરૂ મહારાજનો ગામમાં પ્રવેશ કરાવ્યું હતું. ત્યાં શ્રી આબાલ બ્રહ્મચારી બાવીસમા શ્રી નેમિનાથ રવામિની શ્યામ પાષાણની અતીવ પ્રાચીન અને મનોહર મૂર્તિનાં ચતુર્વિધ સંઘ ગુરૂશ્રીની સાથે દર્શન કરી પિત પિતાની આત્માને કૃતાર્થ માની હતી. ત્યાં સંઘવી તરફથી બે નવકારસી, બડી પુજા, અંગ રચના, પ્રભાવના થઈ હતી અને રાત્રે દહેરાસરમાં ભાવના બેસાડવામાં આવી હતી. બીજે દહાડે ત્યાંના સંઘના આગ્રહથી ગુરૂશ્રીએ સ્થીરતા કરી સંઘની ભક્તિ કરવાથી, વિદ્યા દાન આપવાથી અને દ્રવ્યાદિની સહાયતા કરી વિદ્યાર્થીઓને વિદ્યા દાન અપાવવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે ઉપર શાસ્ત્રીય સરસ હેતુ છતે આપી શ્રોતાઓના હૃદયમાં સારી છાપ પાડી હતી. બાદ ગુરૂકીના ઉપદેશથી આકર્ષાઈ ત્યાંના કામદાર સાહેબ આદિ સખી ગુહાએ
For Private And Personal Use Only