________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
સરૂપચંદ-ભુખણભાઈ તથા વિહરા જેવંતલાલ-કેસરીચંદ તરફથી શ્રીફળની પ્રભાવના આપવામાં આવેલ હતી. હાલ અહિંયાં હેપારના માટે આવી રહેલ મારવાડના ગામ ભૂતીવાલા શ્રીયુત રતનાજી દલીચંદજી તરફથી સ્વામીવાત્સલ્ય થયું હતું. અહિંયાં ઉકત સ્વામિ ભાઈની ધર્મ ધ્યાન આદિમાં લાગણી વિશેષ છે. ત્યાંથી સમઊ થઈ વૈશાખ વદ ૧૪ના રોજ શ્રી ભીલડીયાજી તીર્થ પધાર્યા હતા. અહિં પૂર્વે રાજગહીના રાજકુમાર શ્રેણક પિતાથી રીસાઈ પરદેશ ફરવા નીકળ્યા હતા. ત્યારે તે અહિંયાં એક ભીલકુમારીને પ્રેમમાં પડ્યા હતા. જે પ્રેમની યાદી માટે તે ગામનું નામ ભીલડી પાડવામાં આવ્યું હતું, અને શ્રેણીક રાજાએ ૌતમસ્વામીના હાથથી ભીલડીઆ પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા કરાવેલ છે. આનું જુનું નામ તામ્રલિપ્ત તથા ભીમપલ્ય હતું. ત્યાં ગતમસ્વામીની મૂર્તિ ઉપર સંવત ૧૨૧૫થી ૧૩૫૮ સુધીના શિલાલેખ છે. ત્યાં બે ધર્મશાળા, બે દહેરાશર, એક ઉપાશ્રય અને ચાર ઘર શ્રાવકોનાં છે જાત્રાળુઓને ઠેરવા માટે સારી વ્યવસ્થા વાળી ગામની બહાર મટી ધર્મશાલા આવેલી છે. તેની મધ્યમાં મુનિરાજેને ઉતરવા માટે તથા શ્રાવક શ્રાવિકાઓ પ્રતિકમણાદિ ધાર્મિક ક્રિયા શાન્ત વૃત્તિથી કરી શકે તે ફરતી ભમતીવાળે બંગલાના આકારે વિશાળ હેલ બનાવવામાં આવેલ છે. તે હેલની સમીપમાંજ શિખરબંધ સુંદર ઘાટવાળું પ્રાચીન શ્રી ભીલડીઆ પાર્થ પ્રભૂજનું દહેરાશર છે. તે દહેરાશરના તલઘરમાં અતવ મનહર ચમત્કારી શ્યામ પાષાણની અતીવ સુંદર પાર્થ પ્રભુની મૂર્તિ છે. તલઘરના ઉપર દહેરાસરમાં
For Private And Personal Use Only