________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
કારણ સાધુ અપ્રતિબદ્ધ વિહારી અને નિઃસ્નેહિ હોય છે. અર્થાત્ તેઓ કેઈની સાથે પહેલેથી જ નક્કી એવે પ્રતિબંધ નથી કરતા કે તમારા ત્યાંજ માસું કરશું અને તેઓના ચમાસાનું નકકી બીલકુલ ચોમાસાના નજીક દહાડા આવ્યાથીજ શ્રાવકને માલમ પડે છે. તે પણ અત્યારે કાલ દેશના કારણના લીધે માલમ પાડવી પડે છે. શ્રી ભગવત્ આજ્ઞા રૂપ શાસ્ત્રનું ફરમાન તે આવી રીતે છે કે – સંવત્સરિ પ્રતિક્રમણ કર્યા પછીજ ચોમાસું નકકી થાય છે. અર્થાત ભાદરવા સુદ ૪ ને પહેલાં કેઈ શ્રાવક મુનિઓને પૂછે કે “મહારાજ ! ચોમાસું આપનું અહિંયાંજ થવાનું ?” ત્યારે મુનિ ઉત્તર આપે કે પાંચ સાત દિવસ છીએ. એવી રીતે સંવત્સરી સુધી પાંચ પાંચ દહાડા કહેતા રહેવું, અર્થાત્ જૈન સાધુઓને સંવત્સરીના બાદ ચોમાસાનું નકકી થાય છે. ઉપરોકત રીતીના જાણકાર અત્રેના વૃદ્ધ શ્રાવકોએ તેટલા માટેજ અમદાવાદથી લઈને અહિંયાં સુધી પાંચ સાત શ્રાવકોને ગુરૂ મહારાજના સાથે રાખ્યા હતા. અહીં પણ ગુરૂશ્રીના ચોમાસાનું નકકી અશાઢ સુદીમાં થયું હતું. તે નકકી થવાના માટે પણ ત્રણ સંજોગે મળ્યા હતા. પ્રથમ અહીના સંઘની બહુ વરસની વિનંતિ, બીજું ચોમાસાની પહેલાં જ તેઓશ્રીના ઉપદેશથી અત્રેના સંઘે “શ્રી રાજેન્દ્ર જન સેવા સમાજ તથા “શ્રી ધનચંદ્ર સૂરિ જન પાઠશાળા” આદિ ધાર્મિક સંસ્થા ખેલીને ગુરૂશ્રીને લેભમાં પાડ્યા હતા. અર્થાત સૂરિજી મહારાજે જાણ્યું કે એક માસની સ્થિરતાથી આ ક્ષેત્રમાં એટલે સુધારે થયે તે ચાર માસ સ્થિરતા કરવાથી આ ક્ષેત્ર સારી
For Private And Personal Use Only