________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ. ઉપરોકત સંસ્થા ખોયાને પૂરે માસ તે થેયે ન હતા એટલામાં તે અહીંના સંઘે ગુરૂ મહારાજના ઉપદેશરૂપી અમૃત ધારાનું પાન કરવાથી પ્રેરિત થઈને પિતાના સંતાનને ભાવીક આદર્શ પુરૂષ બનાવવા માટે જે મહાત્માને આ શહેરમાં જેનોપરી અસીમ ઉપકાર થયા છે, તે મહાન પ્રતાપી મહાત્માનું નામ સદાને માટે અત્રેના સંધને રમૃતિમાં રહે તે ઉદેશથી તેઓ શ્રીના નામની પાઠશાળા વર્તમાન સૂરિજી મહારાજના ઉપદેશથી ખેલવામાં આવી હતી. અર્થાત્ આ શહેરમાં પૂર્વ સદ્દગત ઘનચંદ્ર સૂરિજી મહારાજે ત્રણ માસ કરીને મહાન ઉપકાર કર્યો છે, તે માટે અત્રેના સાથે તેઓ શ્રીના ઉપકારને સ્મૃતિમાં લાવીને “શ્રી ધનચંદ્ર સૂરિ જૈન વેતામ્બર પાઠશાળા” સંવત્ ૧૯૮૩ ના કચ્છી અસાડ સુદ ૧ ના રોજ વર્તમાન આચાર્ય શ્રીના અધ્યક્ષ પણ નીચે ખોલવામાં આવી હતી. આ પાઠશાળામાં અત્યારે ૬૫ વિદ્યાર્થીઓ અને ૪૧ કન્યાઓ પ્રતિક્રમણ આદિ ધાર્મિક વિદ્યાને લાભ લે છે. ઉપરોક્ત બને સંસ્થાઓ અશાડ સુદ ૧૪ ના પહેલાં ખોલવામાં આવી હતી. અહીંયાં સૂરિજી મહારાજ શ્રીને ચોમાસાની વિનંતિ કરવા માટે શ્રી ધાનેરાના સંઘ તરફથી પાંચ સાત શ્રાવકેએ અત્રે આવીને બહુ આગ્રહ પૂર્વક વિનંતિ કરી હતી. પણ અહીના સંઘને ઘણા વર્ષોથી ચોમાસા માટે અતિ આગ્રહ હોવાના લીધે તથા અત્રેના શ્રાવકેને ધાસ્તી હતી કે અમદાવાદ તથા તારંગાજીથી રખેને માલવા યા મારવાડ તરફ સૂરિજીને વિહાર ન થઈ જાય. કારણ કે ઉપકત ગામથી બેઉ દેશ તરફ જવાનો રસ્તો છે. બીજું
For Private And Personal Use Only