________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ચોમાસા માટે સ્થિરતા થાય તે સારી વાત છે. આ દેશમાં આપ સરીખા મહાત્માઓનું ભાગ્ય ગેજ પધારવું થાય છે, માટે આ ચોમાસું તે જરૂર આપશ્રીને અહિંજ કરવું જોઈએ. બીજા દેશ યા શહેરમાં ચોમાસું કરવાથી જેનો સિવાય બીજી કેમની જનતાને ભાગ્યેજ લાભ થતું હશે પણ અત્રે તે આ દેશની તમામ પ્રજાને લાભ થશે. નામદાર દરબાર સાહેબ શ્રીના ઉકત કથનના પ્રત્યુત્તરમાં ગુરૂશ્રીએ જણાવેલ કે જેવી ક્ષેત્ર વર્શન તથા એમ પણ જણાવ્યું કે “યાદરા માયના યક્ષ, રિમિતિ તાદરી” અર્થાત જેવી રીતે જેની ભાવના હોય છે તેઓને ભાવનાનું ફળ પણ તેવી રીતે જ પ્રાપ્ત થાય છે. આ વાક્યથી ગુરૂશ્રીએ એમ સૂચવ્યું કે તમારી તીવ્ર ભાવના આગલ અમારી ઈચ્છા જવાની હશે તે પણ સ્થિરતાના માટે થઈ જશે. બાદ ગુરૂશ્રીની સાથે ધાર્મિક અને જાણવા જેગ કેટલીક જિન અને જેનેતર સંબંધી ઐતિહાસિક વાર્તાલાપ થયા બાદ પ્રતિકમણ આદિ ધામિક નિત્ય ક્રિયાને સમય નિકટ આવવાથી નામદાર દરબાર સાહેબે સૂરિજીના તરફથી “ધર્મ લાભ' આ શુભ આશીષ રૂપ તથા માંગલિક સૂચક ધર્મ વાક્યને સહર્ષ અને પ્રસન્નતા પૂર્વક શિરોધાર્ય કરીને સ્વસ્થાને પધાર્યા. અહિંયાના રાજવી નવયુવક છતાં પણ તેઓશ્રી વિદ્વાન અને ક્રિયાપાત્ર, ધર્માચાર્યો પ્રત્યે કેટલી લાગણી રાખે છે તથા તેઓશ્રી ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાનમાં કયાં સુધી કુશળતા ધરાવે છે તથા દીનહીન દુઃખી જન અને પિતાની આત્માના નિર્વાહના માટે કેવળ તૃણજલ ઉપર રહી જેઓને આધાર રહેલે એવા ગરીબ અને
For Private And Personal Use Only