________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેઠે સુધરી જશે અર્થાત આ ક્ષેત્રમાં અણધાર્યો લાભ જરૂર થશે. ત્રીજું અહિંયાના નેક નામદાર દરબાર સાહેબ શ્રી ભીમસીંહજી સાહેબ બહાદુર અશાડ સુદ ૬ના સંધ્યા સમયે સાડા પાંચ વાગ્યાના આશરે જાતે પિષધશાલામાં પધારીને વર્તમાનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમાન વિજય ભૂપેદ્રસૂરિશ્વરજી મહારાજ આદિ મુનિઓની મુલાકાત લીધી હતી. બાદ સૂરિજી મહારાજે ક્ષત્રિઓનું કર્તવ્ય શું છે? અને શા ઉપરથી ક્ષત્રિય એવું નામ આ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયું? એ વિષય ઉપર તથા ગામવા સર્વ ભૂતેષુ, શ પર પ્રતિ” અર્થાત પિતાની આત્માની સમાન બધા પ્રાણીને જાણે તેને જ જ્ઞાની પુરૂએ દૃષ્ટા કહ્યો છે, એટલે તેજ પુરૂષ નેત્રવાલે છે. ઉપરોક્ત વિષયને અનેક હેતુ દષ્ટાંતથી સૂરિજી મહારાજે સરળ અને સંક્ષિપ્તપણે
ડામાં સારી રીતે સમર્થન કરી બતાવ્યું હતું. નામદાર દરબાર સાહેબે પણ ઉપરક્ત વિષયને સાદર શ્રવણ કર્યા બાદ પ્રસન્ન વદને પિતાના ભાવે વ્યક્ત કર્યા કે આપશ્રીને ઉપદેશ બહુ પ્રશંસનીય અને આદર્ણીય છે. અને આ પ્રમાણે વિશેષ સમય સુધી અહિંના શ્રાવકે અને અન્ય ભાવિકે ને જો આવાજ ઉપદેશ મળે તે તેઓના આત્માની ઉન્નતિ થાય. ગઈકાલે અમારા મેરવાડાના તહસીલદાર મી. ઝુમચંદભાઈ સંધાણી તરફથી સાંભળવામાં આવ્યું છે કે થરાદને જૈન સંઘ આપશ્રીને ચોમાસા માટે બહુ આગ્રહ કરે છે. પરંતુ અદ્યાપી નકકી થયું નથી, જેના પરિણામે આપ શ્રી જેવા સંત પુરૂષને આજેજ સત્સંગ કરવાને નિશ્ચય કરી તે લાભ લીધે. અહિયાંના સંઘની વિનંતિ સ્વીકારી
For Private And Personal Use Only