________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૭૪
થઈ વાતેમ પધાર્યા. અતરેના સંઘે ઉત્સાહ પૂર્વક ખૂબ ઠાઠમાઠથી સામૈયું કરી પિતાના ગામમાં ગુરૂ મહારાજને પ્રવેશ કરાવ્યો હતા. “ યાં ગુરૂ મહારાજે મનુષ્ય જન્મની દુર્લભતા ઉપર દશ દ્રષ્ટાંતો સહિત અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું.” અતરે ગુરૂ મહારાજ આદિ મુનિ મંડલના દર્શન માટે તથા ચોમાસાની વિનંતિ કરવા માટે શ્રી થરાદથી કેટલાક ભાવિક શ્રાવકે આવ્યા હતા. તેમના તરફથી તથા ત્યાંના સંઘ તરફથી બેય દિવસ ખબ ઠાડપાઠથી પ્રજા પ્રભાવના તથા નવકારસી કરવામાં આવી હતી. અહિંયાં એક ઉપાશ્રય, બાવીસ ઘર શ્રાવકનાં અને શિખરબંધ દહેરાશર છે. ત્યાંના ભાવિક સુથાવક ટીલચ નતન ગુહલીઓ બનાવી વ્યાખ્યાનમાં ગાઈ હતી. ત્યાંના સંઘે સ્થિરતા માટે ગુરૂશ્રીને બહુ આગ્રહ કર્યો હતે પણ વર્ષારૂતુ નજીક આવવાથી વિનંતિ સ્વીકારવામાં આવી નહિ. ત્યાંથી વિહાર કરી લેવાણ પધાર્યા. ત્યાંના સંઘે સામેયાદ કરીને ગુરુ મહારાજને સારો સત્કાર કર્યો હતો. ત્યાં દેવ દ્રવ્ય ભક્ષણ કરવાથી ભવો ભવમાં દરિદ્રાવસ્થા તથા નરકાદના મહાનું દુઃખ ભોગવવાં પડે છે” તે ઉપર ધનાવહ શેઠની માતાને તથા નૈપુણ્યકનું દષ્ટાંત આપ્યું હતું. બાદ ત્યાંના સંઘ તરફથી શ્રેતાઓને પ્રભાવના આપવામાં આવી હતી, અને થરાદ સંઘ તરફથી ઘર દીઠ સાકરની લહાણી અને લેવાણના સંઘ તરફથી બન્ને ટંકની નવકારસી કરવામાં આવી હતી. ત્યાં એક ઉપાશ્રય, પાંત્રીસ ઘર શ્રાવકોનાં તથા સાધારણ સ્થિતિવાળું દહેરાશર છે. ઉપરોકત ટાણે ગામમાં ધર્મશાલા, ઉપાશ્રય આદિ ધામિક
For Private And Personal Use Only