________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિહાસ વિગેરેથી જાણ. અહિ ગુરૂશ્રીએ ચાર દિવસ સરિતા કરી હતી. ચારે દિવસ માલવા, મારવાડ આદિ સ્થાવર જંગમ તીર્થની જાત્રાના માટે આવેલા ભાવિક શ્રાવકો તરફથી પ્રભુને લાખેણે આગી. પૂજા, રોશની અને શ્રીફળ આદિની પ્રભાવના આપવામાં આવી હતી.
–તારંગાજીથી શ્રી સંખેશ્વર પધારવું–
ત્યાંથી પહેલા ચેતર વદી ૧૧ને વિહાર કરી ડભાડા, ચાણસાલ, કદ, વિઠોડા, લુણાવા, મેરવાડા અને દાસજ થઈ ઉંઝા પધાર્યા. ત્યાં એક સારી સગવતાવાળી બે મજલાની ધર્મશાળા છે. ત્રણ ઉપાશ્રય અને ત્રણ ઘર બાવકનાં છે. અહિંયાના શ્રાવકો સત્યાગ્રહી અને ધર્મની રૂચીવાળા છે. અત્ર સાધુ અને શ્રાવકના આચાર ઉપર ઉપર્દેશ આપ્યા હતા. ત્યાંથી ઉનાવા પધાર્યા. ત્યાં એક ધર્મશાળા, બે ઉપાશ્રય અને પચાસ ઘર શ્રાવકના છે. અતરે પાયચંદછના સરળ સ્વભાવી અને નમ્ર મુનીશ્રી પ્રસાદચંદ્રજી સૂરિજી મહારાજનાં દર્શનના માટે વ્યાખ્યાનના અવસરમાં આવ્યા હતા. તેઓના તથા ત્યાંના સંઘના આગ્રહથી બે દિવસ સ્થિરતા કરી મારાથી એ વિષયને વ્યાખ્યાન દ્વારા સારી પેઠે સમર્થન કર્યો હતો. પ્રસાદચંદ્રજી સદ્દગત્ શાન્ત સ્વભાવી શ્રી ભાતૃચંદ્રસૂરીજીના લઘુ શિષ્ય છે. સદ્દગત્ વિજયરાજેન્દ્ર સુરીજી મહારાજ સાથે શ્રી ભાતૃચંદ્ર સુરીજીને ઘનિષ્ટ સંબંધ હતું. ત્યાંથી વિહાર કરી સડેર, રણેજ થઈ ચાણમાં પધાર્યા. ત્યાં બે ધર્મશાળા. બે
For Private And Personal Use Only