________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને શ્રી ભરચકવતિ, સંપ્રતિ રાજા કુમારપાળ આદિ મહારાજાઓના તથા પેથડશાહ આદિ ધર્મ રક્ષક મહાન શ્રાવકોના હેતુ છતેથી ઉપરોક્ત વિષયને સારી પેઠે વિવેચન કર્વામાં આવ્યું હતું બાદ ખેતરવસી પાડાના શેઠ જેસંગભાઈ લેહરુ ભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના આપવામાં આવી હતી. જેવી રીતે લેહચુંબક લેખડને ખેંચી લે છે. તેવી જ રીતે ગુરૂશ્રીના ઉપદેશથી આકર્ષાઈને દિનોદિન શાતાઓનો વિશેષ જમાવ થત હેવાથી ઉપાશ્રયમાં સમાવેશ થ મુશ્કેલ થવાથી પચાસ હજાર રૂપીઆ ખર્ચીને નવીન બંધાવેલ રાજકાવાડાના મેટા ઉપાશ્રયના વિશાળ હેલમાં ગુરૂશ્રીના અમૃતરૂપી વાણીને સભ્ય શ્રોતાઓ નિરંતર પાન કરતા હતા. આ શહેર અતીવ પુરાણું ગુજરાતનું પાટનગર અને જેનીઓનું કેન્દ્ર સ્થાન હતું અર્થાત્ કલિકાલસર્વ જૈનાચાર્ય હેમાચાર્યના ઉપદેશથી કુમારપાળ મહારાજાએ શ્રી સિદ્ધાચળને સંઘ નીકાલે હતા ત્યારે અતરેથી અઢાર ક્રેડાધિપતિ તે સંઘ સાથે હતા તે બીજાઓનું તે લેખુંજ શું ? અર્ધાન કેડાધિપતિઓને હિસાબ જોતાં તે પૂર્વે જેનીઓનાં લાખે ઘર આ શહેરમાં હતાં તેમ કહીએ તો પણ ચાલે. અત્યારે પણ વીશા દશા શ્રીમાળી તથા ઓસવાળ અને પરવાડ આદિ મળીને ત્રણ હજાર ઘર શ્રાવકનાં છે, અથાત જેનીઓની વસ્તી માટે વર્તમાન સમયમાં અમદાવાદથી આ શહેર બીજા નંબરનું છે. આ શહેરના નકશા ઉપરથી જ સરકારે અમદાવાદ વસાવ્યું છે. આ શહેરની પ્રાચીનતા બતાવવા માટે રાણકી વાવ, દાદર કુ, પ્રાચીન રાણીને મહેલ, જસમા ઓડણની દહેરી તથા
For Private And Personal Use Only