________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલીકા દેવીનું પ્રાચીન મંદિર આદિ અનેક પુરાણા આઈઠાણે અત્યારે પણ મોજુદ છે. કાલીકાદેવીને કુમારપાળ મહારાજાના વખતથી લઈને અત્યાર સુધી પશુ બલિદાન બીલકુલ બંધ છે, અને બંદોબસ્ત માટે આઠે પહેાર સરકારી પહેરે રહે છે. અહિંયાની પ્રાચીનતા માટે વિશેષ શું લખીએ ! જેટલું લખીએ તેટલું ઓછું છે. વિશેષ હાલ જાણવાની ઈચ્છાવાલાએ શ્રી કુમારપાળ ચરિત્ર, પાટણની પ્રભુતા, ભામાશાહ આદિ પુસ્તકથી જાણ. અતરે એક માસની સ્થિરતા કરી શહેરમાં આવેલ પ્રાચીન તથા અર્વાચીન સિદ્ધશિખરી ભવ્ય નાનાં મેટાં જિન દહેરાશનાં દર્શન તથા હેમાચાર્ય મહારાજ આદિ પ્રભાવિક આચાર્યોના ઉપદેશથી તાડપત્ર પરી લખાએલા શ્રી ભગવત્ પ્રણીત જેન સિદ્ધાન્તના તથા સુવિહિત અને પ્રભાવિક મહાન આચાર્યોના બનાવેલા ગ્રંથનું તથા શ્રી પાટણ જૈન મંડલ બોર્ડિંગ આદિ જૈન સંસ્થાઓનું . રા. શ્રીયુત શા. જેસીંગભાઈ નેહાલચંદભાઈની મારફતે બારિકાથી સારી પેઠે અવલોકન કર્યું હતું. અહિંયાં શ્રીપંચાસરા પાર્થ પ્રભુનું અને શ્રી અષ્ટાપદજીનું તથા શ્રી શામળાજી પાર્શ્વપ્રભુનું એવાં ત્રણ દહેરાસરો વિશેષ કરીને માન્ય અને પ્રસિધ્ધ છે. તેમાં પણ શામળાજીની અધિકતર મહિમા છે. અર્થાત્ વિવાહ, સાદિ અને દીપમાલિકા, હેલી, પિશદશમી આદિ નાનાં મેટાં તહેવારમાં હજાર રન તેમજ જૈનેતર સ્ત્રી પુરૂષ પ્રસૂના દર્શનનો લાભ લે છે. આ શહેરમાં નાનાં મોટાં એકને એક ન દહેરાશ છે. તે ઉપરાંત ઘર દહેરાશરો પણ ઘણું છે. અહિંયાંના શ્રાવકેની વહેપાર આદિની જાહોજલાલી પ્રથમના જેવી નથી પણ
For Private And Personal Use Only