________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાવીસીમાં શ્રી દામોદર સૂરીજીના ઉપદેશથી અષાઢી શ્રાવકે તેઓ સુરીજીના હસ્તે અંજનશલાકા કરીને ભરાવેલી છે. આ પ્રતિમા ઘણા કાળ સુધી ભુવનપતિના ઇંદ્ર ધરણી પિતાના ભુવનમાં રાખીને પૂજેલી છે. ત્યાંથી બાવીસમા શ્રી નેમિનાથ સ્વામીના વચનથી પિતાના સૈન્ય ઉપર મૂકેલી જરાસંઘની જરાને દૂર હટાવવા માટે નવમાં શ્રી કૃષ્ણ વાસુદેવે તેલાની તપસ્યાથી ધરણીંદ્રજીને પ્રસન્ન કરીને આ પ્રતિમા તેમાંથી પ્રાપ્ત કરેલી છે. બાદ વિધિ યુકત પૂજા કરેલ– સ્નાત્ર જલ સપરિ છાંટવાથી જરાથી સન્ય મુકત થયું હતું. બાદ પ્રતિ વાસુદેવ જરા સંધને જીતવાથી અતરે શ્રી કૃષ્ણ વાસુદેવે તને શંખ પૂર્યો હતે ત્યારથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ એ નામથી પ્રચલિત છે. અને શ્રી કૃષ્ણ વાસુદેવે ત્યાંજ મંદિર બનાવી ઉકત પ્રતિમાજીને પધરાવ્યાં હતાં. ત્યારબાદ પંચ્યાસીહજાર વરસ વહી જતાં તે મૂળ રથાનથી એક માઇલ દૂર નવું નભુવન તૈયાર કરાવી તેમાં સંવત ૧૧૫૫ ની સાલમાં સજજન શેઠ તથા દુરજનશલ્ય રાજાએ શંખેશ્વર પાર્શ્વનાથજીના બીંબને ઉકત દહેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી પધરાવ્યા હતા. અત્યારે પણ એક ચિત્તથી ધ્યાન કરવાથી શ્રી કૃષ્ણ વાસુદેવની પેઠે હરેક કાર્યને વખતે ફતેહ મેળવે છે. અહિંયાં આચાર્ય શ્રી મહારાજ આદિ મુનીઓએ નિરંતર નવીન સ્તવન, સ્તુતિ તેથી પ્રભુની રતવના કરીને પિતાના આત્માને વિશેષ પવિત્ર કરી હતી. જે આ પુસ્તકના પાછલા ભાગમાં આપવામાં આવશે. ત્યાંથી લગભગ ચાર ગાઉ ઉપર આવેલા પંચાસર ગામમાં જઈ શ્રી વીર પ્રભુનાં દર્શન કર્યા હતાં
For Private And Personal Use Only