________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
સોનગઢથી પાલીતાણું પધારવું અને ત્યાં
ચોમાસાની સ્થિરતા. ત્યાં શ્રી વીર ચારિત્ર રત્નાશ્રમમાં મુકામ કર્યો હતો. આશ્રમમાં દર્શનીય શ્રી વીર પ્રભુનું દહેરાશર . પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી ચારિત્રવિજયજીને અતરે મેળાપ થયું હતું. તેઓ શ્રીએ જાતે આવીને ગુરૂવર્યની સાથે સરલતાપૂર્વક બે ઘડી જ્ઞાન ગોષ્ઠી કરી હતી. ત્યાંથી વિહાર કરી મેખડકા થઈને આષાઢ વદી ૭ ના દહાડે શ્રી પાલીતાણા શહેરમાં ગુરૂજીએ નવ થાણ સહિત પ્રવેશ કર્યો હતો.
ગુરૂ મહારાજના પધારવાના ખબર માલવા, મારવાડ, ગુજરાત, મેવાડ આદિ દેશના શ્રાવકેને તાર તથા કાગળથી પહેલેથી જ થયા હતા. તેથી પાલીતાણાના સંઘે તેમજ વિદેશથી યાત્રાના માટે આવેલ સંઘે ગુરૂ મહારાજની પધરામણને સારે લાભ લીધે હતે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ખૂબ ઠાઠ માઠથી સામયું થયું હતું. આશરે ત્રણ ચાર હજારથી પણ અધિક શ્રાવક શ્રાવિકાઓની મેદની આ સામૈયામાં સામીલ હતી. શ્રી યશોવિજયજી ગુરૂકુળના તથા બાલાશ્રમના તમામ વિદ્યાર્થીઓએ ગુરૂછીને સન્મુખ આવીને શોભામાં અધિક ઉમેરે કર્યો હતો. શ્રી સિદ્ધક્ષેત્રની શ્રાવિકાશ્રમની બાલાઓએ પણ સારી ભક્તિ દર્શાવી હતી. શહેરના મુખ્ય દહેરાસરમાં સંઘ સહ શ્રી યુગાદિ દેવનાં દર્શન કરીને નિજ આત્માને સફલ માની હતી. તત્પશ્ચાત શહેરના મુખ્ય બજારમાં થઈને સામિયું કુકસવાલા દાનવીર વર્ગસ્થ શેઠ માણેકચંદ ચંપાલાલજીની
For Private And Personal Use Only