________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
એ કહેવતનું અનુકરણ કરી મુંબઈ આદિ મહાન શહેરમાંથી આવે છે. આ સ્મૃતિ પાનસરમાં કૃષિકારના ઘરમાંથી ખેદ કામ કરતાં નીકળી હતી. આ દહેરાશરની પ્રતિષ્ઠા સંવત ૧૯૭૪ના વૈશાખ સુદ ૬ના રોજ કરવામાં આવી હતી. તેની વિશેષ હકીકત શ્રી શાતિવિજયજીના બનાવેલ તીર્થ ગાઇડ નામના પુસ્તકથી જાણવી. અહિંયાં જાત્રાળુઓને ઉતરવા માટે મંદિરની આસપાસ જુદા જુદા શહેરોના શ્રાવકે તરફથી બનાવેલી વિશાળ ધર્મશાળાઓ આવેલી છે. આ ધર્મશાળાઓ કેવલ યાત્રાળુઓને સગવડતા માટેજ સખી ગૃહ તરફથી બનાવવામાં આવેલી છે તેમ છતાં કેટલાક ગૃહશે ત્યાં કુટુંબ સહિત હવાખાવા આવી ચાર ચાર માસ પર્યત સ્થિરતા કરી રહે છે, તેથી બીજા યાત્રા નિમિત્તે આવતા ગ્રહને ઉતરવાને હરકત પડે છે તે આ વાતનો કારખાના સંચાલકે વિચાર કરશે તેવી આશા છે. અહિંયાં યાત્રાએ આવેલ કુકસી નિવાસીની સુશ્રાવિકા નંદુબાઈ તરફથી લાખેણી આંગી, મેટી પુજા કરવામાં તથા પ્રભાવના આપવામાં આવી હતી. પાનસર સુધી ગુરૂભકત અમદાવાદના રહીશ શેઠ છગનભાઈ મણીલાલભાઈ સહ પરિવાર ગુરૂ મહારાજને પહોંચાડવા માટે આવ્યા હતા.
ત્યાંથી બીજે દહાડે વિહાર કરી રાજપુર, સુરજ થઈ જોયણું તીર્થ પધાર્યા. અહિં મલ્લીનાથ પ્રભુની કેવળ-પટેલ પોતાના ખેતરમાં કુવા દાવતાં બે કાઉસગ્ગીઆ સહીત સંવત ૧૯૪૦ ને મહા સુદ ૧૫ ને શુકરવારે નીકળી હતી. ત્યાર પછી સંઘ તરફથી ભયણમાં મોટું ભવ્ય ત્રણ શિખરવાળું દહેરાશર તૈયાર
For Private And Personal Use Only