________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
કુમારપાળ, સંગ્રામ સાની તથા સંપ્રતિ રાજા આદિનાં બનાવેલ સોશિખરી દહેરાશર હાલે પણ મેજૂદ છે, જેના જીર્ણોદ્ધાર અત્યારે શ્રી વિજયનીતિસૂરીજીના પ્રયાસથી ચાલુ છે. અહિંયાં સંઘ તરફથી લાખેણી આંગી તથા પૂજા ભણાવવામાં આવી હતી. બાદ રાજી મતીની ગુફા, સહસામ્ર (સેસ) વન આદિ પાંચ
કેનાં દર્શન કરી તલેટીથી જુનાગઢ પધાર્યા. પાંચ કંકોનાં નામ (૧) નેમનાથ દાદાની. (૨) રથ નેમિની. (૩) આંબાવળની. (ત્યાં પ્રભુનાં પગલાં પણ છે.) (૪) પ્રભૂનાં પગલાં છે અને (૫) પ્રભુનાં પગલાં તથા પ્રભુની અતિ પ્રાચીન મૂતિ છે.
આ ડુંગર જુનાગઢથી અઢી માઈલ દૂર અને સમુદ્રની સપાટીથી ૩૬૭૫ ફુટ ઉંચે ગિરિનાર પર્વત છે. આ પર્વત પ્રથમ છત્રીસ જજનના પ્રમાણ વાલો હતા અને શત્રુંજયના એક શિખર તરીકે લેખાતું હતું. તેના પ્રાચીન અને અર્વાચીન નામે કેલાસ, ઉજજ્યન્ત, રૈવત, સ્વર્ગપર્વત, ગિરનાર અને નંદભદ્ર વિગેરે છે. તેમજ આ પર્વત ઊપર કેટલીક પવિત્ર ગુફાઓ અને નિરિક્ષણીય ભૂમિકા છે. જે પૈકીનાં પ્રસિદ્ધ સ્થાને – અધ્યાત્મ યેગી ચિદાનંદજીના ગુરૂ ભાઈ કપુરચંદજીની ગુફા, ગધેસીંગજીને ડુંગર, તાંતણીએ ધરે, ચિરાશી સિદધની ટેકરી, અશ્વત્થામા પર્વત, સહસ્ત્રાગ્ર વન વિગેરે અતીવ રમણીય સ્થાને ચમત્કારી અને ચિત્તાકર્ષક છે
For Private And Personal Use Only