________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આલીરાજપુર, પારા, ખવાસા, જાવરા, ખાચરોદ આદિ શહેરના ભાવિક શ્રાવકે આવ્યા હતા. ત્યાંના સંઘના તથા બહારથી આવેલ શ્રાવકેના આગ્રહથી ત્રણ દીવસ ત્યાં સ્થીરતા થઈ હતી. વાંદવા આવેલ શ્રાવકેમાંથી ખાચરેદવાલા સુરાંણા ચાંદમલજી, લુંકડ દેલતરામજી, જાવરા નિવાસી રાંક કસ્તુરચંદજી, અને વધિચંદજી દુગાડ, શણપુરના ચેધરી પન્નાલાલજી, આદિ ભાવિક સ્વમિ બંધુઓએ છ હરી પાળી સૂરિજી મહારાજની સાથે શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવાને અભિગ્રહ લીધું હતું. ત્યાંથી વિહાર કરી નાના મોટાં ગામેની ફરસના કરતા ગધરે પધાર્યા. ત્યાંના શ્રાવકે એ ચાતુર્માસની સ્થીરતા માટે સૂરિજી મહારાજ આદિ મુનિ મંડલને બહુ વિનંતિ કરી હતી. પણ પાલીતાણે ચાતુર્માસ કરવાને ભાવ હોવાથી શ્રી સંઘની અરજી સ્વીકારાઈ ન હતી. ગોધરામાં એક ભવ્ય સાધારણ દહેરાશર છે. તેઓની પાસે જ એક સુંદર શિદ્ધશાલા અને તેની નીચે જૈન પાઠશાળા અને કન્યાશાળા છે. ત્યાંથી વટામણ પધાર્યા. સાંજે બાણ ગંગા નદીના કિનારા ઉપર આવેલી ધર્મશાળામાં મુકામ કર્યો હતે. ત્યાંથી અંગાડી થઈ બીજે દહાડે ડાકેરજી પધાર્યા.
–ડાકોરજીથી ધંધુકાડાકોરજી વૈષ્ણવનું મુખ્ય ધામ છે. અને તેમાં શ્રી કૃષ્ણજીની શ્યામવર્ણી મૂર્તિ છે. ત્યાંથી ભાલેજ થઈ વડતાલ પધાર્યા. ત્યાં જેનું એક સુંદર દહેરાશર, ઉપાશ્રય અને વિશ ઘર શ્રાવકનાં છે. તેમજ ત્યાં સ્વામી નારાયણની મુખ્ય ગાદી છે. મૂખ્ય મંદિરને ફરતી યાત્રિઓને ઉતરવા માટે વિશાળ ધર્મશાળાઓ
For Private And Personal Use Only