________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
ચોગ્ય ગુરૂશ્રીના મુખથી બાધાએ લીધી હતી. તમાં ગુરૂશ્રીની જય મેલીને નિજ નિજ સ્થાને ગયા હતા.
—પાલીતાણાથી વિહાર કરી તાલુદ્ભજ પધારવું.—
ત્યાંથી ગુરૂશ્રી વિહાર કરી શ્રી સંઘ સાથે ‘રાથલી' પધાર્યા. ત્યાં સૂરિજીના દર્શનના માટે આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર રાવ સાહેબ હરીલાલભાઈ જેઠાભાઈ અને ગુરૂકુળના સેક્રેટરી તથા ગાશાળાના એન. સેક્રેટરી કપાસી જમનાદાસ મેઘજીભાઈ તેમજ ખીજા પણ ઘણા શ્રાવકા આવ્યા હતા. ત્યાંથી બીજે દહાડે તાલદ્વજગિરિ ( તલાજા ) પધાર્યા. ત્યાંના સંધની પેઢી તરથી સામયુ કરવામાં આવ્યું હતું. પઢીનેા તથા તમામ સરકારી લવાજમ સામૈયામાં આવ્યા હતા, અને રંગ બેરંગી જા પતાકાથી સારૂં શહેર શણગારવામાં આવ્યું હતું. અને શહેરના મુખ્ય નાકા ઉપર દરવાજા સજીને તેના અગ્ર ભાગમાં ચુરૂબીના નામનું સાઇન બોર્ડ લગાવવામાં આવ્યુ હતું. શહેરના ભવ્ય દહેરાસરેાના દર્શન કરી પેઢીની ધર્મશાળાના મુખ્ય હાલમાં ગુરૂશ્રીએ મુકામ કર્યા હતા અને સેકડો શ્રોતાઓની હાજરીમાં પ્રાચીન તિર્થા ધર્મશાળાદિના ઉદ્ધાર કરવાથી શું લાભ થાય છે તે વિષયને સારી રીતે સમર્થન કરી દર્શાવ્યા હતા. અંતમાં તીર્થના અને ગુરૂબીના દર્શનના માટે આવેલ મસ્થલ નિવાસી વકાએ યાત્રાળુએને ઉતરવા સારૂં નવીન ધર્મશાલા બંધાવવા માટે નીચે મુજબ સહાયતા કરી હતી:–
આહારવાલા શાહુ ચમનાજી ડુંગાજીએ રૂા. ૭૫૧-૦-૦ આપીને ધર્મશાળામાં માટી એડી નોંધાવી હતી.
તથા
For Private And Personal Use Only