________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
પ્રભાવના થઈ હતી અને તે સિવાયના તમામ દિવસોમાં પ્રભાવના આહાર નિવાસી શાહ ડુંગાજી ભુરમલજી તરફથી આપવામાં આવી હતી. શ્રી પર્યુષણ પર્વમાં પારણું તથા કલ્પ સૂત્રને નિમિત્તે જ્ઞાન ખાતામાં સારી ઉપજ થઈ હતી. રૂ. પ૦) બેલીને શ્રી કલ્પ સૂત્રજીને રાત ઉજાગરે વિરબાઈની પાઠશાળાના વિશાળ હેલમાં વાગરા નિવાસીની ગજરાંબાઈએ કરાવીને ચંચળ લક્ષ્મીથી અવિચળ જ્ઞાન રૂપી લક્ષ્મીને ઉપાર્જન કરી હતી. કુલ્લ રકમ કલ્પ સૂત્ર તથા પારણાદિ નિમિત્તની રૂ. ૭૫૧ ની થઈ હતી.
* અતરે સ્થાવર તથા જંગમ એ બંને તીર્થોની જોગવાઈ હેવાથી કાર્તિકી પૂર્ણિમાના મેળા ઉપર માળવાદિ દેશેથી સ્વગચ્છીય હજારો શ્રાવક શ્રાવિકાઓ આવેલ હતાં. કાર્તક સુદી ૧૪ ના રોજ મહાન સમારોહની સાથે ચત્ર પરવાડી નીકાલવામાં આવી હતી. હજારે નર નારીઓની આદીશ્વર દાદાની અને અને ગુરૂ મહારાજની જય ઘેષણથી સારૂં શહેર ગાજી ઉઠયું હતું. પર્યુષણ ઉત્સવાદિ દરેક ધર્મ કાર્યોમાં ગુરૂકુળ, બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ આદિ સંસ્થાઓ તરફથી પણ સારી મદદ મળી હતી. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળમાં ૧૦૮ વિદ્યાથીઓ ધાર્મિક તથા વ્યવહારિક જ્ઞાનને લાભ લે છે. બાલાશ્રમમાં ૭૫ વિદ્યાથીઓ ભણે છે. શ્રાવિકાશ્રમમાં ૩ર શ્રાવિકાઓ ધાર્મિક અને વ્યવહારિક વિદ્યા સંપાદન કરે છે. પુસ્તક, ખાનપાન, વસ્ત્રાદિની કુલ વ્યવસ્થા ઉપરોક્ત સંસ્થાઓ તરફથી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની તથા શ્રાવિકાશ્રમની બાળાઓની પરિક્ષા સંસ્થાઓના વ્યવસ્થાપકોએ જાતે આવીને ગુરૂશ્રીને વિનંતિ કરવાથી ત્યાં પધારીને લીધી હતી. પરિક્ષાનું પરિણામ સારું આવ્યું
For Private And Personal Use Only