Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર સિદ્ધચક યંત્રની મૂળ ભૂમિ અને તેના પદોની રંગ સાથેની સ્થાપના.
સામાન્ય રીતે એકી પ્રદેશનું પ્રતર તરીકે વૃત્ત (ગોળ) કરીએ તો પાંચ પ્રદેશથી ઓછાનું બનેજ નહિ, પણ વચમાં અરિહંત મહારાજની સ્થાપના વિશેષ જગા રોકનાર હોવાથી પાંચ ખાનાથી ચક્ર બનેજ નહિ, માટે અરિહંતાદિક પાંચ જ્ઞાનથી સિદ્ધ એવા ગુણીની સ્થાપન કર્યા છતાં વચલા ચાર ખુણાઓને પુરવાજ જોઇએ અને તે ચાર ખુણા જ્યારે પુરાય ત્યારેજ સ્થૂળ દશ્ય ચક્ર બની શકે. પાંચ પરમેષ્ઠીની મધ્ય અને ચાર દિશાએ સ્થાપના હોવાથી છ, સાત, કે આઠથી ચક્ર બની શકે નહિ, માટે ચારે વિદિશામાં ચાર પદો સ્થાપવાની જરૂર ચક્રને અંગે ઓછી નથી. હવે જૈન શાસનમાં પાંચ પરમેષ્ઠી સિવાય કોઈપણ અન્યને ગુણી ગણવામાં આવ્યો નથી, કારણકે હિંસાદિક પાંચ મહાપાપોને છોડે નહિ તેવાને વંદ્ય પદ્ધી શાસ્ત્રકારો આપતાં જ નથી. જો કે વદકની સ્થિતિ સમ્યકત્વ, જ્ઞાન, અને દેશવિરતિ એ ત્રણેમાંથી એક કે અનેકની પ્રાપ્તિ થાય તો પણ પ્રાપ્ત થઈ છે, પણ વંદનીયપણું તો હિંસાદિક પાંચ પાપોથી નિવર્તવા રૂપ પાંચ મહાવ્રતો સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન સિવાય માન્ય ગણાતાં નથી. જેમ રાજાની તીવ્રમાં તીવ્ર ભક્તિ પણ વફાદારી સિવાયના જાસુસોની હિસાબમાં લેવાતી નથી તેમ મોક્ષનું સાધ્ય નિશ્ચિત થયા સિવાય અને જીવાદિક પદાર્થોનું યથાસ્થિત જ્ઞાન થયા વિના ધારણ કરેલ મહાવ્રતોની પણ કિંમત ગણાતી નથી, તેથી પાંચ પરમેષ્ઠીનું આરાધન શૂન્ય વ્યક્તિ તરીકે કરવાનું નથી, પણ સભ્ય દર્શનાદિક ગુણોને અંગેજ કરવાનું છે, ને તેથી તે સમ્યગદર્શન જ્ઞાનને સમ્યગુચારિત્ર નામના ત્રણ ગુણોને ગુણવાન પાંચ વ્યક્તિઓની માફક આરાધ્યપણું રહેલું છે, જો કે દ્રવ્યથી જુદા ગુણો જગતમાં હોતા નથી અને શાસ્ત્રકારોએ માન્યા પણ નથી, તેથી ગુણોની વાસ્તવિક આરાધના ગુણવાનની આરાધના ધારાએજ માનેલી છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળાની ભક્તિ વિગેરે પ્રતિપત્તિથી જ્ઞાનાદિકને રોકનારા કર્મોનો નાશ શાસ્ત્રકારોએ માન્યો છે, અને તેજ જ્ઞાનાદિક ગુણવાળી વ્યક્તિઓના અપમાન વિગેરેથી જ્ઞાનદિક રોકનારા કર્મોનો બંધ માનેલો છે, એટલે વાસ્તવિક રીતિએ તો જ્ઞાનાદિક ગુણવાળાની આરાધનાથીજ જ્ઞાનાદિક ગુણની આરાધના અને તે જ્ઞાનવાળી વ્યક્તિઓની વિરાધનાથીજ જ્ઞાનાદિક ગુણોની વિરાધના બને છે અને તેથી પંચ નમસ્કાર મહાશ્રુતસ્કંધમાં માત્ર ગુણવાળી પાંચ વ્યક્તિઓને નમસ્કાર કરેલો છે, પણ જ્ઞાનાદિક ગુણવાળી વ્યક્તિઓને નમસ્કાર આદિથી આરાધના કરનારાઓ તે વ્યક્તિઓમાં રહેલા ગુણોના બહુમાનથીજ યથાસ્થિત ફળ પામી શકે છે, માટે ગુણીઓના આદર સત્કારમાં તત્પર રહેનારાઓના સમ્યગુદર્શન આદિક ગુણોનું ધ્યેય કોઈ દિવસ પણ ખસવું જોઇએ નહિ, અને તેથી જ સિદ્ધચક્રના યંત્રમાં પાંચ પરમપૂજ્ય વ્યક્તિઓની સ્થાપના સાથે સમ્ય દર્શનાદિક ગુણોની સ્થાપના અત્યંત જરૂરી છે. સમ્યગુ