Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર સંખ્યાબળ વધારે ન હોય તો ત્યાં તે સંખ્યાબળ વૃદ્ધિ પામે, વિધિ વગર માત્ર નવ દિવસના આંબેલ કરીને જેઓ આરાધન કરતા હોય તેઓ વિધિપૂર્વક નવપદના આરાધન કરનારા થાય, એટલા માટે આ પત્રને પ્રયાસ કરવાની જરૂર પડે છે, જો કે પહેલા વર્ષમાં વાંચકોની નજરમાં લાવી શકાય તેવું આરાધન સંબંધી કાર્ય થઇ શકયું નથી પણ આશા છે કે નવપદ આરાધન કરવાવાળા દરેક ગામવાળા સાથ આપશે તો તેવા ગામોનું ત્યાંની આરાધનાની વ્યવસ્થાનું તથા આરાધકોનું સંખ્યાનું લિસ્ટ આપવા સાથે એકંદર આખા દેશનું લિસ્ટ વાચકો આગળ રજુ કરવા શક્તિમંત થઈશું. જેવી રીતે સિદ્ધચક્રની આરાધનાને અંગે ઉપર્યુક્ત ધ્યેય છે, તેવી જ રીતે શ્રી વર્ધમાન તપને માટે પણ ગામ ફંડ, આરાધક, મદદગારો વિગેરેનું લિસ્ટ બનાવી સમગ્ર દેશને અંગે શ્રીવર્ધમાનતપ લિષ્ટ વાચકોની આગળ રજુ કરવાનું યોગ્ય ગણે છે. આ જણાવેલ વર્ધમાન તપ તે સિધ્ધચકમાં ગણાવેલા નવપદોમાં તપ નામના "પદની અંતર્ગત હોવાથી આ પત્રના નામ તથા ઉદ્દેશની વિરૂધ્ધ જતું નથી પણ પોષકજ છે એમ સ્પષ્ટ સમજી શકાય તેવું છે.
શ્રી સિદ્ધચક્રની પ્રસિદ્ધિ અને નામની સુંદરતા જૈન ધર્મ માનનારાઓની જ્યાં જ્યાં વસ્તી છે ત્યાં ત્યાં શ્રી સિદ્ધચક્રનું નામ જાહેરજ છે. કોઈપણ જૈન મંદિર શ્રી સિદ્ધચક્રની સ્થાપના વિનાનું હોતું નથી તેમજ ધર્મિષ્ઠ જૈન ગૃહસ્થો દેશાંતરે જતાં પણ પૂજાના નિયમને સાચવવા માટે મુખ્ય ભાગે શ્રી સિદ્ધચક્રના યંત્રને દર્શન અને પૂજાને માટે રાખે છે, અને ઘણા પ્રાચીન કાળથી શ્રી સિદ્ધચક્રનું નામ પ્રશંસાપાત્ર થયેલું છે, તેથીજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરિજી સ્વોપજ્ઞ શબ્દાનુશાસનમાં મન પદની વ્યાખ્યા કરતાં તે પદને સિદ્ધચક્રના આદિ બીજ તરીકે જણાવી શ્રીસિદ્ધચક્ર નામની પ્રસિદ્ધિ તે વખત પણ જબરદસ્ત હતી એમ જાહેર કરે છે. આ સિદ્ધચક્ર એવું નામ સ્થપાવવાનું કારણ વિચારવું તે પણ ઉપયોગી છે. શ્રી સિદ્ધચક્રની સ્થાપનાના દર્શન કરનાર દરેકને એ વાત તો જાહેરજ છે કે સિદ્ધચક્ર જીવનમાં સ્થપાતા નવપદોમાં ઉચ્ચામાં ઉચ્યું સ્થાન સિદ્ધપદનું છે અને તેથી તે મુખ્ય પદને ઉદ્દેશીને આખા યંત્રનું નામ સિદ્ધચક્ર રાખવામાં આવ્યું હોય તો તે ઘણુંજ સંભવિત છે. વળી આ યંત્રમાં નવપદની સ્થાપના ત્રિકોણ કે ચતુષ્કોણ રૂપે રાખેલી નથી, પણ ચક્રરૂપે રાખેલી છે તેથી તે નવપદના યંત્રને શ્રી સિદ્ધચક્ર કહેવામાં કોઈપણ જાતની અડચણ નથી. જો કે ચક્ર શબ્દથી સામાન્ય પરિમંડળ ગોળ પણ લઈ શકાય છે, છતાં આ સિદ્ધચક્રમાં નવપદોની સ્થાપનાનો સમાવેશ હોવાથી વૃતંગોળ લઈને શ્રી સિદ્ધચક્ર નામમાં ચક્ર શબ્દ રાખેલો છે, જો કે મૂળ કર્ણિકામાં રિહંત પદ લઇને તેમની ચારે દિશાએ સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની સ્થાપના કરવાથી પંચપરમેષ્ઠીરૂપ વિદ્યા સિધ્ધોનું ચક્ર બને અને તેથી પણ ચારે વિદિશામાં સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર પદો આવવાથી દિશા અને વિદિશા બંને સ્થાપના યુક્ત થવાથી ચક્રનામ ગણવું યથાર્થ ગણાશે.