________________
'
પ્રસ્તાવના
૨૩
છે. ત્રછી પણ ગમ ખાય છે. (“પુત્રવિહોણા માતાપિતાને અનેક ઉપાય વડે ભાગ્યવશાત્ જ્યારે પુત્રપ્રાપ્તિ થાય છે, ત્યારે મોહઘેલા થઈ તેવા પુત્રને લાડ લડાવે છે, પરંતુ ખરી રીતે તો તે પુત્ર આડા કે માર્ગે-કુલક્ષણે ન ચડી જાય તે માટે માતાપિતાને અંકુશ રાખવાની જરૂર હોય છે, પરંતુ અંકુશ વગરના
હોય તે તેવા ખોટા પ્રેમને લઈને પુત્ર આડે રસ્તે જાય તેવા સાધને મેળવી આપે અને તેવા કાર્યો કર્યો 'જ્ય તે તે પરિણામ દેવકુમારનો જેવું આવે છે. (આવી કથાઓ વાંચી માતાપિતાઓએ પિતાના સંતાનને લધુવયમાંથી જ અંકુશમાં રાખી સુસંસ્કાર ને ધર્મપ્રવૃત્તિને માર્ગે દોરવી, જેથી દ્રવ્યનાશ, અપયશ કે બીજી વિટંબના માતાપિતાને કે પુત્રોને ભોગવવાનો સમય ન આવે. તેમ કરવું જોઈએ.
પૂર્વાચાર્યવૃત આવા ચરિ વાંચી તેમાંથી સાર ગ્રહણ કરે અને સાધ્યદષ્ટિ રાખવી, જેથી સંસાર - સુખમય થતાં મનુષ્યભવનું સાર્થક થાય તેમજ દુન્યવી વ્યવહાર પણ સુખે સાધી શકાય.)
એકદા ઈદ્ર મહોત્સવ પ્રસંગે સમગ્ર પ્રજા આનંદમાં આસક્ત બની વિચારી રહી હતી, તે પ્રસંગે દેવકુમાર વિચારે છે કે “રાજમહેલમાં ચેરી કરું તે મારો મને રથ પૂર્ણ થશે તેમ ધારી તેવા વિકલ્પ થતાં “હું મહત્સવ જેવા જાઉં છું” એમ પિતાને જણાવી વસૂવડે પોતાનું મુખ ઢાંકી ચાલી નીકળે છે.” તેને આવો વેશ જોઈ તેના પિતાને તેને માટે શક પડતા પોતે દુકાન બંધ કરી પાછળ જાય છે. ચોરી કરવાની પણ કળા છે, તેમાં બુદ્ધિચાતુર્ય, યુક્તિ, સાવધાનતા પણ અસાધારણ રાખવી પડે છે. હવે દેવકુમાર અદસ્યરૂપ કરવાની ગુટિકાવડે અદ્રશ્યરૂપ કરી સુતેલા રાજાના રત્નજડિત પલંગના પાયાઓ કેવી રીતે ખેંચી કાઢે છે, અને તે માટે ત્યાંના રાજાના તેને પકડવા માટેના અનેક પ્રસંગોને તે કેવા નિષ્ફળ બનાવે છે તેનું વર્ણન હવે આપવામાં આવે છે. ' હવે દેવકુમાર રાજમહેલને ઠારે આવતાં કંઈક ઉઘાડું જોતાં ખાતર પાડવા માટે ભીંત તેડી અંદર પ્રવેશ કરે છે અને જ્યાં પલંગમાં રહેલ એકલા રાજાને જઈ પલંગના બહુમૂલ્ય રત્નજડિત પાયા જોતાં એક પાયાને યુક્તિપૂર્વક ખેંચી કાઢી તેને બદલે ખુરશી મૂકે છે, તે પછી બીજો અને ત્રીજો પાયે પણ ખેંચી કાઢે છે.
તેના પિતાએ તેને રાજમહેલમાં પ્રવેશતે જોતાં આજે પિતાના મૃત્યુને સમય આવી પહોંચે છે અને કામદુધા દેવીનું વચન પણ અન્યથા નહિ થાય કારણ કે આવા દુષ્ટ પુત્રની માગણી મેં કરી હતી. પ્રથમ તે તેણે મારા પ્રાણુરૂપ ધનને નાશ કર્યો, હવે મારા આંતરિક પ્રાણોને નાશ પમાડશે. પ્રાતઃકાળ થતાં રાજપુરૂષે પકડી લેશે, લોકોના દેખતાં અમાર વંશનો નાશ થશે. હવે બીજું શું કરવું? તેમ ખેદપર્વક વિચારતાં દેવકુમારને પાછો વાળવા માટે તે મહેલમાં પ્રવેશ કરવા બીજા કોઈ માર્ગ નહિ જેવાથી દેવકુમાર જે માર્ગે ગયો તે દ્વારા તે રાજમહેલમાં પ્રવેશ કરે છે, તેવામાં ભીત તૂટેલી અને ત્રણ પાયા પડેલા જોઈ દેવકુમારને ત્યાં જાણી નામથી બે લાવી “આ પાપથી તું પાછો ફરએમ કહેવા છતાં દેવકુમાર “ થવાનું હતું તે થઈ ગયું. હવે તમારે કંઈ બોલવું નહિ ” એમ કહી એ પાયે લેવાનો વિચાર કરે છે તેવામાં રાજા જાગૃત થાય છે. રાજાને જોઈ બાંકામાંથી દેવકુમાર નાશી છૂટે છે. અને પિતા બહાર નીકળે છે ત્યાં રાજાએ તેના બે પગ પકડવાથી નહિ નીકળી શકવાથી “ લાંબા સમયથી રક્ષાયેલ યશરૂપી મારું શરીર નાશ ન પામે માટે તું મારું મસ્તક છેદીને જા” એમ દેવકુમારને કહેતા “પિતૃહત્યાનું પાપ હું ન કરી શકું તેમ દેવકુમારે જણાવતાં ગાંઠે બાંધેલું તાલપૂટ વિષ ખાઈ મૃત્યુ પામેલા પિતાના પિતાને જે પિતાને આવા વર્તન માટે ધિક્કાર છૂટે છે અને પિતે છરીવડે આપઘાત કરવા વિચારે છે, ત્યાં વળ વિચાર આવે છે કે પિતાપુત્ર બંનેને નાશ થશે તે અગ્નિસંસ્કાર કેણુ કરશે અને મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com