________________
પ્રસ્તાવના
તો પૂર્વોપાક્તિ કરેલા કમને આધીન છે. જેમાં પુરુષોનો પુરુષાર્થ લેશ માત્ર કામ આવતો નથી. તારે આ વાત શેઠને કરવી નહિ કારણ કે તેથી તેમને દુઃખ થશે તેમ શેઠાણી જણાવે છે. ( જુઓ પતિપરાયણ સ્ત્રીનું દષ્ટાંત.)
લાંબા વખત સુધી આ જાતની ચિંતાવડે દુર્બલ થયેલ મહાલક્ષ્મીને શ્રીદત શેઠ તેમ થવાનું કારણ પૂછતાં શેઠને દુઃખ ન થાય માટે શેઠાણી કંઈ કહેતી નથી, છતાં પણ તેણીની ચિંતા દૂર કરવા એકદા શેઠ તે માટે નિમિત્તીયાઓ અને મંત્રવાદીઓને બોલાવી સૂર્યપ્રજા, મંત્રજાપ વગેરે કરે છે. અનેક પ્રકારે અનેક પ્રયત્ન કર્યા છતાં શેઠાણીને પુત્રપ્રાપ્તિ ન થઈ, છેવટે શેઠાણીને શાંતિ થવા માટે એક દિવસ દત્ત શ્રેણી પવિત્ર થઈ પૂજા સામગ્રી સાથે તે શહેરની બહારના ધાનમાં કામદુધા નામની દેવીના મંદિરે આવી પ્રથમ દેવીની પૂજા કરી સંથારા ઉપર બેસી ઉપવાસ શરૂ કરવાથી દેવી પ્રત્યક્ષ થઈ વરદાન માંગવાનું કહેતાં શેઠ પુત્ર આપવા જણાવે છે.
દેવી કહે છે કે “ આ સમય યોગ્ય નથી છતાં જે પુત્ર થશે તે તારે વિનાશ કરનાર થશે માટે થોડી રાહ જોઈશ તે કીતિ, લક્ષ્મી, વિનય અને સુખ આપનાર પુત્ર થશે.” “રાહ જોઇશ તે મારી સ્ત્રી મરણ પામશે તેથી પિતાની અપકીતિ થશે” એમ વિચારી “ભાવી ભાવ બળવાન છે.” થનારા તે પુત્રથી પોતાને વિનાશ સરજે છે તેથી તેને વિચાર ન કરતા “ હમણું જ પુત્ર આપો” તેમ દેવીને જણાવે છે. દેવી તેને પશ્ચિમ દિશામાં એક આમ્ર વૃક્ષ છે તેનું એક ફળ ગ્રહણ કરવાનું કહી અદશ્ય થાય છે. (અહિં' સમજવાનું છે કે પૂવ કર્મના સંગે, લેણદેણને સંબંધ અને કામના અશુભ કામના વિપાકનો મનુષ્યને જ્યારે ઉદય થાય છે ત્યારે અવળી મતિ થાય છે એટલે જે બનવાનું હોય છે તે મિશ્યા થતું નથી. તેમ જૈન શાસ્ત્રકાર મહારાજાઓએ જણાવેલ સિધ્ધાંત આવા દૃષ્ટાંતે પૂરો પાડે છે અને કમસ્વરૂપ સમજનારને તે સત્ય જણાય છે અને અજ્ઞાની મનુષ્યને મોહાધિન હોવાથી છેવટે પરિણામે તો તેને વિમાસવું પડે છે.)
હવે દર શ્રેષ્ઠી ત્યાં જઈ આમ્રનાં ઘણાં ફળે ગ્રહણ કરે છે. શ્રેષ્ઠી ફળ લઈ નીચે ઊતરે છે ત્યાં તે તેના ખોળામાં માત્ર એક જ ફળ રહે છે ને બાકીના તે વૃક્ષ ઉપર પાછા ચૅટી જાય છે કારણ કે ભાગ્યમાં અને દેવીએ આપેલ વરદાન પ્રમાણે એક જ પુત્ર થવાનો છે. વિસ્મય પામેલો, અનુચિત કાર્યને વિચારતે
શેઠ તે એક ફળ લઈ ઘેર જઈ શેઠાણીને આપે છે અને તે ખાવાથી દેવીના પ્રભાવે તે જ દિવસે તેણીને ગર્ભ - રહે છે. સંપૂર્ણ માસે દેવસખા તેજસ્વી પુત્રને જન્મ આપે છે, અને તેનું દેવકુમાર નામ પાડે છે. એગ્ય
વયે કળાચાર્ય પાસેથી સુંદર અભ્યાસ ગ્રહણ કરે છે. ત્યારબાદ શીલવાળી એક છીની કન્યા પણ તેને પરણાવવામાં આવે છે; પરંતુ તેની સાથે દેવકુમાર વાત પણ કરતા નથી જેથી તેના પિતા તેના ભોગવિલાસ માટે ખરાબ મિત્રોની સાથે જોડે છે. મિત્રો સાથે તે દેવમંદિરમાં જતે પણ વેશ્યાને ત્યાં જ નહિ. દેવકુમાર ભોગાસત પણ બનતું નથી તે જાણી દત્ત શ્રેષ્ઠી સંતાપ પામે છે. “ પુત્ર ઉપરનો આંધળો પ્રેમ અને પિતાની ઘેલછાથી શેઠ કેવા વિચારો કરે છે. જુઓ કર્મને વિપાક. ” ભાવી વિપરીત બનવાનું હોવાથી બાપની બુદ્ધિ પણ તેવી થાય છે. શેઠના દોષ છતાં કર્માસ્વરૂપને વિચાર કરતાં , શરૂઆત પણ તેવી જ જોવાય છે. . કોઈ એક દિવસે દેવકુમાર પિતાના દુરાચારી મિત્રો સાથે રાજાએ બનાવેલ એક સુંદર દેવમંદિરમાં . જાય છે, જ્યાં તે એક મણિની પૂતળીને જુએ છે અને તેના અંગે પાંગ જોઈ તેમાં આસકત બને છે. તેને જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com