________________
પ્રસ્તાવના સૌર્યનું પાન કરતે તે પુતળી સાથે કંઈ બેસે છે તે સાંભળી સાથેના મિત્રો તેને કહે છે કે તું કોની સાથે વાત કરે છે, તે તે રત્નની પુતળી છે. આ રીતે તેને ખેદ કરતે જોઈ તેના મિત્રો જણાવે છે કે કેટલાક વખત અગાઉ શિલ્પના વિશિષ્ટ જ્ઞાનવાળે એક શિપી અહિં આવ્યું હતું. “અહિં રહેનારી સૌભાગ્યમંજરી નામથી એક વેશ્યાનું યથાસ્થિત પ્રતિબિંબ કોતરનારને હું હોશિયાર માનીશ” તેવી અહિંના રાજની ઉદ્દઘષણથી તે શિલ્પીએ ઘુણાક્ષરન્યાયથી પુતળી આબેહુબ બનાવી જેથી રાજા ખુશી થયે. પછી મિત્રો સાથે તે વેશ્યાને મંદિરે જાય છે. તેને નિધાનવાળા દેખી સૈભાગ્યમંજરીની અક્કા તેની સામે જઈ સત્કાર કરે છે પછી પિતાને મિત્રવર્ગને રજા આપી દેવકુમાર સૌભાગ્યમંજરીએ આપેલ આસન ઉપર બેસે છે અને કુમાર તેણીને જોઈ પિતાને સ્વર્ગમાં રહેલો માને છે, હવે દેવકુમાર નિરંતર વેશ્યા સાથે રહી સુંદર ભેજને લે છે, તેની સાથે ભોગ ભોગવે છે અને દરરોજ વેશ્યાની દાસીને પિતાની સૂવર્ણમુદ્રિકા આપી પાંચસે સેનામહેર લેવા તેની માતા પાસે મોકલતા તેની માતા પુત્રનેહને ' લઈને આપે છે. વેશ્યા તેથી વિશેષ વિશેષ આદરસત્કાર કરે છે. આ રીતે વેશ્યા સાથે બાર વર્ષ સુધી ભોગવિલાસ જોગવતાં બાર કોડ સૌનેયાને દેવકુમાર દુર્વ્યય કરી નાંખે છે.
એક દિવસ દાસીધારા ધન મંગાવતા ધન ખૂટી જતાં દેવકુમારની માતા પિતાના જ આભૂષણ આપે છે, જે જોઈ અકા તે આભૂષણે દેવકુમારને ઘેર પાછા મોકલે છે અને ધન ખૂટી ગયું જાણી અક્કા સૌભાગ્યમંજરીને દેવકુમારને ત્યાગ કરવાનું જણાવે છે. કડો સેનામહોરો બાર વર્ષ સુધી આપનાર આવા પુરુષનો ત્યાગ તેમ કરાય ? તે નિરંતર ભલે અહિ રહે, મારે હવે કોઈ પુરુષની કે ધનની કશી જરૂર નથી, અકકાને સૌભાગ્યમંજરીએ જણાવવાથી અકકા હવે દેવકુમાર સવર ચાલ્યો કેમ જાય તે માટે દાસીઓ પાસે અપમાન કરાવે છે, તે જાણી દેવકુમાર વિચારે છે કે-મને દૂર કરવા આ પ્રપંચ છે અને કહેવત છે કે “ નિર્ધન પુરુષને ત્યાગ કરે તે વેશ્યાને ધમ છે.” માટે હવે મારે ઘેર જઈ દ્રવ્યોપાર્જન કરવાને ઉપાય કરું, તેમ વિચારી “ હું ઘણે વખત અહીં રહ્યો છું, હવે ભારે પિતાને નમસ્કાર કરવા જવું છે અને કેટલાક દિવસ પછી પાછો આવીશ' તેમ સૌભાગ્યમંજરીને જણાવી પિતાને ઘેર આવે છે. અહીં સૌભાગ્યમંજરી દેવકુમાર સિવાય બીજા પુરુષ કે દ્રવ્યને ઠોકર મારી સંતોષી બની દેવકુમાર પ્રત્યે એકનિક રહે છે. આવી કોઈક વેશ્યા સ્ત્રીઓ વફાદારી સાચવી શકે છે. તે કાળમાં તેવી વારાંગના હેવાના ઘણાં પ્રસંગે કથા સાહિત્યમાં જોવાય છે.) હવે દેવકુમાર પિતાને ઘેર આવી માતાને નમસ્કાર કરી જુએ છે તે ધર જીણું થઈ ગયેલ છે. પરિજન વર્ગ પિતા તેમજ પોતાની પત્ની વગેરે સર્વને જોતાં ખેદ ધરે છે. માતા તેને કહે કે હ-પુત્ર! ધન વગર ઘર વગેરેની આવી દઈશા થઈ છે, તારા પિતા દુકાને ગયા છે, તારી વહુ પિયર ચાલી ગયેલ છે, હવે કઈ વસ્તુ એવી નથી કે જેનાથી તારે પિતા વેપાર કરી શકે. હે પુત્ર તે ઘર સંભાયું તે ઠીક કર્યું. પુત્રથી સુખ મળવાને બલે તારાથી અમને અસુખ જ પ્રાપ્ત થયું. મોહવશ બની અમે બન્નેએ તને દુરાચારીઓની સોબતમાં મૂક તથા સર્વ દ્રવ્ય પ્રેમવશ થઈને તે વેડફી નાંખ્યું વગેરે સાંભળી દેવકુમાર ચિંતામગ્ન બની વિચારે છે કેજેટલું દ્રવ્ય પિતાનું વાપર્યું તેટલું પેદા કરું તે જ અનુણી બનું! પરંતુ તેટલું દ્રવ્ય મેળવતાં ઘણો કાળ વીતી જાય માટે જલદી દ્રવ્ય મળે તે ઉપાય કરું, એમ વિચારી ભ્રમણ કરતાં તેણે એક યોગિનીને જોઈ. નમસ્કાર કરતાં યોગિની તેને દીર્ધાયુષની આશિષ આપે છે. જીવવાના આશીર્વાદ ન ઈચ્છતા દ્રવ્યરહિત દૂરબીને દ્રવ્ય આપે એમ કહેતે દેવકુમારને સાંભળી જેના પ્રભાવથી દેવકુમાર જયારે ધારે ત્યારે ઇચ્છિત અને મૂળ રૂપ બંને કરી શકે તેવી એક ગુટિકા આપે છે તે લઈલેગિનીને નમસ્કાર કરી દેવકુમાર પિતાને ઘરે આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com