________________
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત
જીવન ચરિત્ર એલે શું ?
મહાત્મા પુરૂનાં જીવનચરિત્રોએ હજારો ભાષણે, અનેક સદુપદેશ અને લાખો શીખામણુની કથાઓ કરતાં મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાને પ્રબળ સાધનરૂપ હોય છે, એમ મનાય છે એમાં કાંઈપણ અતિશયોક્તી નથી. તેમાં પણ ધર્મપરાયણ પુરૂષોનાં જીવન ચરિત્રો તે દુનિયામાં એવાં વાંચનની ગરજ સારે છે કે હજાર બલકે લાખો વખત સાંભળેલી કહાણીઓને પાછળ હઠાવી દે છે. જીવનચરિત્ર નિર્મળ આયનાની માફક મનુષ્યની સમક્ષ ખડા થઈ મનુષ્યમાં રહેલા ગુણ દેવની ખામીઓ પ્રદર્શિત કરવામાં તેને સાહ્યભુત થઈ પડે છે. જીવનચરિત્રમાં બચપણથી મરણ પર્યતની જીંદગીને નાનારૂપે જે અનુભવ વર્ણવામાં આવે છે તે મનુષ્ય ધારે તે પિતાની તેવી જીંદગીનાં નાના પ્રકારનાં કામો સાથે તુલના કરી તેમાં થી બહુ બહુ શીખી શકે છે, ખરું છે કે સારગ્રાહી બુદ્ધિ પથ્થર પાસેથી પણ બધ મેળવે છે, પરંતુ બધાં માણસે કાંઈ એવી ઝીણી બુદ્ધિના હતાં નથી કે કુદરતના અનેક અદ્દભૂત ચમત્કારોમાંથી પણ બોધ લેઈ શકે. અને તેટલાજ માટે જીવનચરિત્ર સામાન્ય મનુષ્ય જાતના ઉદ્ધાર અર્થે નકલ કર- - વા જોગ તથા તેનું અનુકરણ કરી તેમાંથી તાત્પર્ય લેવા લાયક છંદગીનાં કામમાંથી પિતા માટે થઈ પડતી અનુકૂળ ભાવનાને મેળવી શકે છે, એ ટલાજ માટે જીવનચરિત્રે વધુ અનુકરણીય કહેવાય છે, જીવ ભૂતોમાં અરે કહે કે આ કુદરતની ખલકમાં મનુષ્ય પ્રાણી સર્વ કરતાં શ્રેષ્ટ છે, અને એ શ્રેષ્ઠતા હોવાનું કારણ જે બુદ્ધિ તે બુદ્ધિને વ્યાપાર મનુષ્ય કેવા નફા ટોટા સાથે કરતા રહે છે અને કેવા રસ્તે ચાલવાથી તે વ્યાપારમાં લાભ મળે છે ને કે રસ્તે ગ્રહણ કરવાથી તેમાં ટેટો આવે છે, એ જાણવાની કુંચી તે માત્ર જીવનચરિજ છે. એકનું દેખીને બીજે કરે છે એ જાણે કુદરતી કાયદો ન હોય તેમ મનુષ્ય નિકાલ કરવામાં રવભાવવી