________________
૧૩
શારદા સરિતા
રહેા. એની સતત જાગૃતિ રાખવા માટે સઢા સદ્ગુરુના સમાગમમાં રહેા આપણે વાત ચાલે છે મેાક્ષપ્રાપ્તિના બીજા ઉપાય કષાયેાના ત્યાગ. કષાય કેટલું નુકશાન કરાવે છે તે તમે સાંભળ્યું ને? આવાતા ધણા દ્દાખલા છે. ભગવાનનુ જ્ઞાન સાગરના નીરની જેમ અગાધ છે. એમાંથી એક બિન્દુ જેટલું પણ ગ્રહણ કરાશે તેા ભવના ખેડા પાર થશે ભલભલા આત્માને કષાયાએ સંસારમાં રૂલાવ્યા છે તેા કષાયેાથી પાછા પડશેા. કષાયને ત્યાગ થશે તે જીવનમાં સરળતા, નમ્રતા, ક્ષમાદિ ગુણા આવશે અને જીવન સફળ બનશે વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩
વિષા પ્રત્યે વિરાગ કેળવી બની ગયા ત્યાગી
અષાડ સુદ ૧૩ને ગુરુવાર
તા. ૧૨-૭-૭૩
સુજ્ઞ ધુએ, સુશીલ માતા ને બહેન !
અનંત કરુણાનિધિ શાસ્ત્રકાર, શાસનમ્રાટ વીરપ્રભુએ જગતના જીવાને કલ્યાણના માર્ગ બતાવતાં કહ્યુ હું ભવ્ય જીવા ! જો તમને સંસાર પરિભ્રમણના ખટકારો થતા હાય, ચતુર્ગતિનાં દુઃખા ભાગવવાં ન હેાયતે। આપણા આત્માએ ભગીરથ પુરુષાર્થ ઉપાડવા જોઇશે. જેથી સંસારની પરંપરા ઘટે. પુરુષાર્થ એ પ્રકારના છે. એક પુરુષાર્થ સંસાર વધારનારા છે, અને ખીજો પુરુષાર્થ સંસારને ઘટાડનારેશ છે. મા એ પ્રકારના છે. એક કાંટાળા માર્ગ છે અને ખીજો સીધેા ને ચેાખ્ખા માર્ગ છે. એક સારી વસ્તુની સામે ખીજી તેનાથી વિરૂદ્ધ ખરાખ ચીજ દરેક જગ્યાએ જોવા મળે છે. બુદ્ધિમાનની સામે ખુલ્લુ હોય છે. સુવર્ણ સામે પિત્તળ, કૈાહીનુર સામે કાંકરા, પંડિતની સામે મૂર્ખ અને સજ્જનની સામે દુર્જન હાય છે. આ રીતે સ ંસાર વધારવાના અને ઘટાડવાને એ વિરૂદ્ધ માર્ગ વિદ્યમાન છે. જે આત્માએએ માનવજીવન પામીને સમ્યક્ પુરુષાર્થ ઉપાડયા તેમનેા સંસાર કપાયા અને જેમણે મિથ્યા પુરુષાર્થ કર્યો તેમણે સંસાર વધાર્યા. આપણે સંસાર કાનાથી વધે છે ને કાનાથી ઘટે છે તે માટે મેક્ષપ્રાપ્તિના ચાર ઉપાયાનુ વર્ણન ચાલે છે.
પ્રથમ ઉપાય છે વિષયા પ્રત્યે વિરાગ. જ્યાં સુધી જીવને વિષયેાના કાંટા ખૂ ંચશે નહિ ત્યાં સુધી તેને કાઢવાના ઉપાય પણ નહિ જડે. આંખમાં તણખલુ પડ્યું કે પગમાં કાંટા ભાગ્યા હાય તે કેવુ ખેંચે છે. એની પીડા સહન થતી નથી એટલે