________________
NR સપ્તતિકા કર્મગ્રંથ 5000 સાધારણ અને યશનો ઉદય ન હોય” તેથી વૈક્રિય-વાયુકાયને ર૪ના ઉદયસ્થાનનો ૧ ભાંગો ઘટે. એમ કુલ એકેન્દ્રિયના ૨૪ના ઉદયસ્થાનના ૧૧ ભાંગા થાય.
એકેન્દ્રિયનું ૨૫નું ઉદયસ્થાન લબ્ધિ પર્યાપ્તા એવા શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે.
પૂર્વોક્ત ૨૪ માં પરાઘાત ઉમેરવાતી એકે ને ૨૫નું ઉદયસ્થાન હોય છે. “પરાઘાતનો ઉદય લબ્ધિ પર્યાપ્તાને જ હોય છે.”
તેથી ૨૫ના ઉદયસ્થાનના ૬ ભાંગા નીચે પ્રમાણે થાય છે. (૧) બાદર પર્યાપ્તા પ્રત્યેક યશ (૪) બાદર પર્યાપ્ત સાધારણ અપયશ (૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક અપયશ (૫) સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અપયશ (૩) બાદર પર્યાપ્ત સાધારણ યશ (૬) સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણ અપયશ
બાદર વાયુકાયને વૈક્રિય શ૦ કરતાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત ઉમેરવાથી રપના ઉદયસ્થાનનો ૧ ભાંગો ૨૪ના ઉદયસ્થાનની જેમ થાય છે. તેથી એકેન્દ્રિયના ૨૫ના ઉદયસ્થાનના કુલ ભાંગા ૭ થાય છે.
એકેન્દ્રિયનું ૨૬નું ઉદયસ્થાન-શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને પૂર્વોક્ત ર૫માં શ્વાસોશ્વાસ ઉમેરવાથી અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસના અનુદયમાં આતપ અથવા ઉદ્યોત ઉમેરવાથી થાય છે.
શ્વાસોશ્વાસ સહિત ૨૬ના ઉદયસ્થાનના ૬ ભાંગા ૨૫ના ઉદયની જેમ છે.
ઉદ્યોતનો ઉદય બાદર પર્યાપ્તા પ્રત્યેક અને સાધારણ ને જ હોય છે. પરંતુ સૂક્ષ્મ અને લબ્ધિ અપ. ને ન થાય. તેથી ઉદ્યોત સહિત ૨૬ના ઉદયસ્થાનના ૪ ભાંગા નીચે પ્રમાણે છે.” (૧) બાદર પર્યાપ્ત પ્રત્યેક યશ ઉદ્યોત (૩) બાદર પર્યાપ્ત સાધારણ યશ ઉદ્યોત (૨) બાદર પર્યાપ્ત પ્રત્યેક અપયશ ' (૪) બાદર પર્યાપ્ત સાધારણ અપયશ ”
આતાનો ઉદય બાદર પર્યાપ્ત પ્રત્યેકને જ હોય છે. અને તે પૃથ્વીકાયને જ હોય. સૂક્ષ્મઅપર્યાપ્તા અને સાધારણ જીવોને હોય નહી તેથી આપ સહિત ૨૬ના ઉદયસ્થાનના ૨ ભાંગા નીચે પ્રમાણે છે. (૧) બાદર પર્યાપ્તા પ્રત્યેક યશ આપ
પર