________________
Sak
સપ્તતિકા કર્મગ્રંથ
ગાથાર્થ : સંજ્ઞી પર્યાપ્તાને વિષે, સંજ્ઞી અપર્યાપ્તાને વિષે, અસંજ્ઞી પર્યાપ્તાને વિષે અને શેષ જીવભેદને વિષે આયુષ્ય કર્મના અનુક્રમે ૨૮,૧૦,૯ અને ૫ ભાંગા સંભવે છે.
ચૌદ જીવભેદને વિષે આયુષ્ય કર્મના ભાંગા જણાવે છે.
સંજ્ઞી પર્યાપ્તા ચારે ગતિના જીવો હોય છે. તેથી પહેલા આયુષ્ય કર્મમાં જણાવ્યા મુજબ નારકીના ૫, તિર્યંચના ૯, મનુષ્યના ૯ અને દેવના ૫ એ પ્રમાણે કુલ ૨૮ ભાંગા આયુ. કર્મના સંજ્ઞી પર્યાપ્તાને વિષે ઘટે છે.
અપર્યાપ્તા સંજ્ઞીને આયુ. કર્મના ૧૦ ભાંગા સંભવે છે. અહીં અપર્યાપ્તો એટલે લબ્ધિ અપર્યાપ્તો જાણવો. તે તિર્યંચ અને મનુષ્યો જ હોય છે અને તેઓ તિર્યંચ અને મનુષ્યનું જ આયુ. બાંધે, તેથી તિર્યંચના ૫ અને મનુષ્યના ૫ એ પ્રમાણે કુલ ૧૦ ભાંગા સંભવે છે.
ΟΥ
અસંજ્ઞી પર્યાપ્તા તિર્યંચો જ હોય છે અને તેઓ ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. તેથી તેઓને બંધ પૂર્વનો એક, બંધ સમયના ચાર અને બંધ પછીના ચાર એ પ્રમાણે કુલ ૯ ભાંગા તિર્યંચગતિના સંભવે. ૫. અસંશી તિ. મરીને પહેલી નારકી, ભવનપતિ અને વ્યંતરમાં ૫૬ અંતર્વિપમાં યુગલિકમાં અને સંખ્યાત વર્ષવાળા તિર્યંચ અને મનુષ્યમાં જઈ શકે માટે.
અસંજ્ઞી અપર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યો બન્ને હોય છે અને તેઓ તિર્યંચ કે મનુષ્યનું જ આયુ. બાંધે તેથી તેઓને ૧૦ ભાંગા સંભવે, પરંતુ અહીં લબ્ધિ અપ., મનુ. ની કોઈ પણ કારણથી વિવક્ષા કરી નથી . તેથી અપ. અસંજ્ઞી પં. તિર્યંચ સહિત શેષ જીવસ્થાનથી ૧૧ જીવસ્થાન જાણવા અને અસંજ્ઞી અપર્યા. ની વિવક્ષા જુદી કરીએ તો શેષ ૧૦ જીવભેદ સંભવે તે બધા તિર્યંચ જ છે અને દેવ કે નારકીનું આયુ. બાંધતા નથી . તેથી બંધકાળ પૂર્વે એક, બંધ સમયે ૨ અને બંધકાળ પછી બે એ પ્રમાણે કુલ ૫ ભાંગા સંભવે.
જીવસ્થાનને આયુષ્ય કર્મનો સંવેધ વિકલ્પ બંધ ઉદય તિર્યંચ તિર્યંચબંધકાળ પૂર્વે
સત્તા ક્યારે
(૨) તિર્યંચ તિર્યંચ
તિર્યંચ-તિર્યંચ બંધકાળે તિર્યંચ-મનુ. બંધકાળે
(૩) મનુષ્ય તિર્યંચ
(૪)
૭
તિર્યંચ - તિર્યંચ-તિર્યંચ બંધકાળ પછી
(૫)
તિર્યંચ તિર્યંચ-મનુ. બંધકાળ પછી
જીવભેદ (૧૧) સૂક્ષ્મ અપર્યા. થી અસંજ્ઞી પં. (૧) ૭ અપર્યા, સુધીના ૧૧
૧૨૦