________________
% સપ્તતિકા કર્મગ્રંથ
નો
૫ થાય છે. ત્રણ ભાગ તે ૧ શુધ્ધ, ૨ અર્ધશુધ્ધ અને (૩) અશુધ્ધ તેમાં શુદ્ધ પુંજનું નામ સમકિત મોહનીય (૨) અર્ધશુધ્ધ પુજનું નામ મિશ્ર મોહનીય (૩) અશુધ્ધ પુંજનું નામ મિથ્યાત્વ મોહનીય. પ્રથમ સ્થિતિ સમ્યકત્વ મોહનીય (અંત. કોડાકોડી)
મિશ્ર મોહનીય (અંત. કોડાકોડી) ચરમ સમયે મિથ્યાત્વ મોહનીય (અંત. કોડાકોડી) . ૧૭) ત્રણ પુંજ કરવાથી મોહનીયની ૨૬ના બદલે ૨૮ ની સત્તા થાય છે. દરેકની અંતઃ
કોડાકોડી સાગ. સ્થિતિ સત્તા હોય છે. (અહીં કેટલાના મતે ઉપશમ સમ્યકત્વની વિશુધ્ધિ ત્રણ પૂંજ થાય તેમ કહેવાય છે.)
એટલે કે અંતરકરણમાં પ્રવેશે ત્યારથી ત્રણ પુંજ કરે છે. ૧૮) નવા (પ્રથમ ગણ. થી ૫માતા) ઉપશમ સમ્યકત્વવાળો જીવ ચોથાદિ ગુણ.મા
જિનનામ અને સાતમા ગુણમાં આહારક દ્રિક બાંધે નહી તેથી ઉપશમ સમ્યકત્વથી
મિથ્યાત્વે આવનારને તે ત્રણની સત્તા ન હોય. (જુઓ ઉપ. ગા. ૨૨) ઉપશમ સમ્યકત્વ - અંતરકરણમાં પ્રવેશ ૧) મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ ભોગવાયે છતે જીવ ખાલી જગ્યા (અંતરકરણ)માં પ્રવેશે છે.
જેમ વન દાવાનળ ઉષર ભૂમિને પામીને ઓલવાઈ જાય તેમ મિથ્યાત્વ દલિયાના વેદનના અભાવથી શુધ્ધ અપૌગલિક એવું ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. આ પ્રથમ સમ્યકત્વ- નવું સમ્યકત્વ - ઔપથમિક સમ્યકત્વ કહેવાય. ઉપશમ સમ્યકત્વની સાથે કોઈ જીવ દેશ વિરતિ અને કોઈ જીવ સર્વ વિરતિ પણ પામે છે. સમ્યકત્વની પ્રાપ્તિ કાળથી અનં. કષાયનો પણ ક્ષયોપશમ થાય છે. એટલે તેનો રસોદય હોય નહીં. ઉપશમ સમ્યકત્વનો કાળ અંતર્મુહૂર્તનો છે. અહીં મિથ્યાત્વની જાતિના દલિયા (સમકિત
મોહનીયના) ઉદયમાં નથી તેથી સમકિતમાં અતિચાર લાગતા નથી. ૩) ઉપશમ સમ્યકત્વના પ્રથમ સમયથી મિથ્યાત્વના દલિયા સમકિત મોહનીય અને
મિશ્રમોહનીયમાં ગુણ સંક્રમ વડે અંતર્મુહૂર્ત સુધી સંક્રમાવે છે. એટલે કે હવે ગુણસંક્રમ પાણ શરૂ થાય છે.
અંતર્મુહૂર્ત પછી વિધ્યાત સંક્રમ પ્રવર્તે છે. ૫) *ઉપશમ સમ્યકત્વનો (અંતરકરણનો) સમયાધિક આવલિકા કાળ રહે એટલે બીજી
સ્થિતિમાં રહેલા ત્રણે પુંજમાંથી દલિયા આકર્ષ અંતરકરણની છેલ્લી આવલિકામાં
ગોપુચ્છા કારે ગોઠવે છે. * કલ્પભાષ્યમાં ઉપશમ સમ્યકત્વમાં વર્તતોત્રણ કરણ ન પણ કરે તેમ કહ્યું છે.
૪૩૧