________________
ક્ષે સપ્તતિકા કર્મગ્રંથ છે ૩૪)અહિં પ્રથમ સ્થિતિની પ્રથમ કિટ્ટીની એક આવલિકા,બીજી કિટ્ટી સાથે ભોગવાય. બીજી
કિટ્ટીની એક આવલિકા ત્રીજી કિટ્ટી સાથે ભોગવાય અને ત્રીજી કિટ્ટીની પ્રથમ સ્થિતિની
આવલિકા સં. માયાની પ્રથમ કિટ્ટી સાથે સિબુક સંક્રમવડે સંક્રમાવી ભોગવે છે. ૩૫) સં. માનની ત્રણે કિટ્ટીઓને ભોગવતો તેના દ્વિતીય સ્થિતિમાં રહેલા દલિયાને ઉદ્દલના - સંક્રમવડે સંક્રમાવી નાશ કરે. ૩૬) સં. માનની ત્રીજી કિટ્ટીની એક આવલિકા બાકી હોય ત્યારે સં. માનના બંધ-ઉદય
ઉદીરણા વિચ્છેદ થાય. ૩૭) પ્રથમ સ્થિતિમાં ત્રીજી કિટ્ટીનું એક આવલિકા અને બીજી સ્થિતિમાં રહેલું સમયગૂન બે
આવલિકાનું બંધાયેલ સિવાયનું સં. માનનું બધું દલિયુ ક્ષય થઈ જાય છે. ૩૮)અનંતર સમયથી સં. માયાની દ્વિતીય સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્ટીના દલિકને આકર્ષીને
પ્રથમ સ્થિતિરૂપ કરે અને અંતર્મુહૂર્ત પર્યત એક આવલિકા શેષ રહે ત્યાં સુધી વેદે. તેની સાથે સં. માનની પ્રથમ સ્થિતિ એક આવલિકા શેષ રહેલ છે. તેને માયામાં સિબુક સંક્રમવડે સંક્રમાવી ભોગવે. અને સં. માનની દ્વિતીય સ્થિતિનું સમયગૂન બે આવલિકામાં બંધાયેલ નવુ દલિક બાકી છે તેને તેટલા કાળે ઉઠ્ઠલના અનુવિધ્ધ ગુણ સંક્રમ વડે
સંક્રમાવી ચરમ સમયે સર્વ સંક્રમ વડે સંક્રમાવે છે અને નાશ કરે છે. ૩૯) સં. માયાની પ્રથમ કિટ્ટી એક આવલિકા શેષ રહે ત્યારે બીજી કિટ્ટીનું દલિક આકર્ષીને પ્રથમ
સ્થિતિરૂપે કરે અને વેદે. તેની એક આવલિકા શેષ રહે છતે ત્રીજી કિટ્ટીના દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે કરે અને વેદે, સં. માયાની પ્રથમ સ્થિતિમાં શેષ રહેલ પ્રથમ કિટ્ટીની આવલિકાને બીજી કિટ્ટી સાથે બીજી કિટ્ટીની શેષ આવલિકાને ત્રીજી કિટ્ટી સાથે અને ત્રીજી કિટ્ટીની શેષ આવલિકાને સં. લોભની પ્રથમ કિટ્ટીમાં સિબુક સંક્સ વડે સંક્રમાવી
નાશ કરે. ૪૦) સં. માયાની ત્રણે કિટ્ટીઓને ભોગવતો સં. માયાની બીજી સ્થિતિમાં રહેલા દલિયાને
ઉઠ્ઠલના સંક્રમ વડે નાશ કરે. ત્રીજી કિટ્ટીનું પ્રથમ સ્થિતિનું એક આવલિકા અને સમયનૂન બે આવલિકામાં બંધાયેલ
સિવાય સં. માયાનું સર્વ દલિક નાશ થાય છે. ૪૧)સં. માયાની ત્રીજી કિટ્ટીની પ્રથમ સ્થિતિમાં એક આવલિકા શેષ રહે ત્યારે સં. માયાના
બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય.
૪૫૩