________________
5000 ક્ષિપકશ્રેણી:00
૪૨) ત્યારથી સં. લોભની દ્વિતીય સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્ટીના દલિયાને આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે કરે અને એક આવલિકા શેષ રહે ત્યાં સુધી અંતર્મુહૂર્ત પર્યંત વેદે છે.
તેની સાથે સં. માયાની ત્રીજી કિટ્ટીની એક આવલિકાને પણ સ્તિબુક સંક્રમ વડે સંક્રમાવી નાશ કરે અને સમયન્યૂન બે આવલિકાનું બંધાયેલ દલિકને તેટલા કાળે ઉલના સહિત સંક્રમ વડે સંક્રમાવતો ચરમ સમયે સર્વ સંક્રમ વડે સંક્રમાવી નાશ કરે.
૪૩)સં. લોભની પ્રથમ સ્થિતિમાં પ્રથમ કિટ્ટીની એક આવલિકા બાકી રહે ત્યારે બીજી કિટ્ટીના દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે કરે અને એક આવલિકા બાકી રહે ત્યાં સુધી અંતર્મુહૂર્ત પર્યંત વેદે.
૪૪)બીજી કિટ્ટીને વેદતો જીવ બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટીની સૂક્ષ્મ કિટ્ટીઓ કરે તે યાવત્ અનિવૃત્તિના ચરમ સમય સુધી કિટ્ટીઓ કરે છે.
૪૫)સૂક્ષ્મ કિટ્ટીઓ- અહિં પરિણામની અત્યંત વિશુદ્ધિ હોવાથી પ્રથમ સં. કષાયની જે બાર કિટ્ટીઓ કરી છે તેના કરતાં પણ અતિ ઘણા ઓછા રસવાળી અને વર્ગણાનો એકોત્તેર વૃધ્ધિના ક્રમને તોડીને વર્ગણાના દલિયાના રસને અનંત ગુણ હીન રસવાળા કરે. ચુર્ણ રૂપે. એટલે અતિ અલ્પ રસવાલા એકોત્તેર વૃદ્ધિના ક્રમ રહિત સં. લોભના દલિયાને બનાવવા તે સૂક્ષ્મ કિટ્ટી કહેવાય.
૪૬) સં. લોભની બીજી કિટ્ટીની એક આવલિકા બાકી રહે છતે.
૧) બા. સં. લોભનો ઉદય વિચ્છેદ થાય (૨) લોભનો બંધ વિચ્છેદ થાય (૩) સૂક્ષ્મ કિટ્ટીઓ કરવાનું કાર્ય પૂર્ણ થાય (૪) અનિવૃત્તિ ગુણ. પૂર્ણ થાય.
૪૭) અનન્તર સમયે બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષ્મ કિટ્ટીઓ આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપે કરે અને ઉદય-ઉદીરણાવડે ભોગવે તે વખતે જીવ સૂક્ષ્મસંપરાય કહેવાય.
૪૮)સૂક્ષ્મ કિટ્ટીઓને વેદતો સૂક્ષ્મસંપરાયે વર્તતો જીવ સં. લોભની બીજી કિટ્ટીની એક આવલિકા શેષ છે તેને સ્નિબુક વડે સંક્રમાવી સૂક્ષ્મ કિટ્ટીઓની સાથે ભોગવી નાશ કરે.
તેમજ અહિં સૂક્ષ્મ કિટ્ટીઓને ભોગવતો સં. લોભને બીજે ક્યાંય નહીં સંક્રમાવતો હોવાથી સ્થિતિઘાતાદિ વડે નવા બંધાયેલ લોભને અને નહિ ઉદયમાં આવતી સૂક્ષ્મ કિટ્ટીઓને નાશ કરવાનું પણ કરે છે.
૪૯)સૂક્ષ્મ સંપરાય ગુણ.નો એક સંખ્યાતમો ભાગ શેષ હોતે છતે શેષ સં. લોભને સર્વ અપવર્તનાવડે અપવર્તાવી દસમા ગુણ. ના કાળ જેટલો કરે છે.
૪૫૪