________________
૭૦% સપ્તતિકા કર્મગ્રંથ નામે ચોથું શુકલધ્યાન ધ્યાવે છે. સાથે સાથે સ્થિતિઘાતાદિક રહિત, અનુદયવંત કર્મને વેધમાન પ્રકૃતિમાં સિબુક સંક્રમ વડે સંક્રમાવીને વેદતાં અયોગી ગુણઠાણાના દિચરમ સમય પર્યત જાય.
અયોગી ગુણઠાણાના દિચરમ સમયે દેવગતિ, દેવ-મનુષ્યાનુપુર્વી, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૫ બંધન, ૫ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, વર્ણાદિ ૨૦, બન્ને વિહાયોગતિ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, નિર્માણ, પ્રત્યેક, અપર્યાપ્ત, સ્થિર, અસ્થિર શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય, અપયશ, નીચગોત્ર અને બેમાંથી કોઈપણ એક વેદનીય આમ કુલ ૭૩ પ્રકૃતિઓ સત્તામાંથી સંપૂર્ણપણે ક્ષય પામે છે.
હવે અયોગી ગુણઠાણાના ચરમ સમયે કુલ ૧૨ પ્રકૃતિઓ રહી છે તેમાં નામકર્મની નવ તે આ પ્રમાણે-મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદય, યશ અને તીર્થકર નામકર્મ તથા બેમાંથી એક વેદનીય ઉચ્ચગોત્ર અને મનુષ્યાયુ આ ૧૨ પ્રકૃતિઓ ઉદયવતી છે માટે તેને વેદતો ક્ષય કરે છે. જે જીવોએ તીર્થકર નામ કર્મ બાંધ્યું જ નથી અર્થાત્ તીર્થંકર સિવાયના જીવો જિનનામ વિનાની ૧૧ પ્રકૃતિઓ વેદે છે અને સત્તામાંથી ક્ષય કરે છે અને અનંતતર સમયે જ મોક્ષ ગતિને પામે છે.
અહીં કેટલાક એમ માને છે કે ગતિ અને આનુપૂર્વી બન્ને સાથે જ હોય અને સાથે જ જાય. અહીં મનુષ્યગતિ છે માટે મનુષ્યાનુપૂર્વી છે. એટલે કે ૧૨ નહિં પણ તેર પ્રકૃતિઓ ઉદયમાં છે અને આ ૧૩ પ્રકૃતિઓ ચરમસમયે એક સાથે ક્ષય થાય છે. આ અહિં મનુષ્યાનુપૂર્વી વિષેનો મતાંતર જાણવો.
આ રીતે અહીં આઠે કર્મનો ઉત્તર પ્રકૃતિ સહિતનો ક્ષય વિધિ કહીને ક્ષપક શ્રેણીનું વર્ણન પૂર્ણ થયું.
સર્વ કર્મ ક્ષય થયા પછી અનંતર સમયે પૂર્વ પ્રયોગાદિ અથવા તથાસ્વભાવે જીવ ઉર્ધ્વગતિ કરે છે અને સાતરાજ ઉપર સિદ્ધશિલાની ઉપર લોકાંતે સ્થિર થાય છે. ઇત્યાદિ વર્ણન અન્ય ગ્રંથથી જાણી લેવું. કર્મ ક્ષય થયા પછી જીવ કેવું સુખ અનુભવે છે. તે કહે છે.
अह सुइअसयलजगसिहर-मरुअनिरुवमवहाससिद्धिसुहं।
अनिहणमव्वाबाह, तिरयणसारं अणुहवंति ॥ ८८ ॥ કર્મ ક્ષય થયા પછી એકાંત શુદ્ધ, સંપૂર્ણ, સાંસારિક સુખના શિખર તુલ્ય, રોગરહિત,
૪૫૭.