________________
colle ct andlası safzie bela holako
આ ગાથામાં આચાર્યશ્રી પોતાની નમ્રતા બતાવતાં કહે છે કે આ સપ્તતિકા ગ્રંથને વિષે જે જ્યાં બંધ-ઉદય-સત્તાને વિષે અપરિપૂર્ણ-અલ્પઆગમવંત-અલ્પશાસ્ત્ર જાણ એવા મેં અધૂરો અર્થ કહેવા રૂપ અપરાધ કર્યો હોય તો તે ખમીને, બહુશ્રુત=બહસિદ્ધાન્ત=આગમના જાણકાર ગીતાર્થ મહાપુરૂષો તે ઉણાશ પૂર્ણ કરીને તે અર્થને જણાવતી ગાથાઓ પ્રક્ષેપીને શિષ્ય આગળશ્રોતાજન આગળ પરિ=સામરૂપણે – પૂર્ણપણે અર્થ કહે.
गाहग्गं सयरीए, चंदमहत्तर-मयाणुसारीए।
टीगाइ-निअमिआणं, एगूणा होइ नऊईओ ॥९१॥ પૂર્વધર એવા શ્રી ચંદ્રમહત્તરાચાર્યના મતને અનુસરવાવાળી સિત્તેર ગાથા વડે આ ગ્રંથ રચાયેલ છે. (તેમાં) ટીકાકારે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં નેવ્યાસી થાય છે. આવા
આ સપ્તતિકા ગ્રંથકર્તા શ્રી મહત્તરાચાર્યજીએ તો પૂર્વે ૭૦ જ ગાથાઓ કરી હતી. ૭૦ ને સંસ્કૃતમાં સપ્તતિ કહેવાય છે એટલે ૭૦ ગાથાનો ગ્રંથ તે સપ્તતિકા એવું ગ્રંથનું નામ થયું ત્યાર પછી ટીકાકારે ગ્રંથ દુર્બોધ= કઠીન જાણીને જો જન્ચ... ગાથા નં. ૯૦ માં જણાવ્યા મુજબ ગ્રંથકર્તાની આજ્ઞાથી જ જ્યાં જરૂરી લાગી ત્યાં તેટલી ભાષ્યની ગાથાઓ નવી ઉમેરીને સરળતા કરી. એટલે વચ્ચે વચ્ચે ઉમેરેલી એ ગાથાઓ સહિત સળંગ ક્રમાંક ૮૯ ગાથાઓનો થયો એમ અહીં છેલ્લી ગાથામાં કહે છે.
જો કે અત્યારે આ ગાથા ૯૧મી છે એટલે પાછળથી બીજી પણ ગાથાઓ ઉમેરાઈ હશે. તત્વ તુ કેવલી ગમે.
આ સપ્તતિકાગ્રંથનું વિવરણ કરવામાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્ અને સુધારીને વાંચવા વિનંતી.
૪૫૯